Gandhinagar:  રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રાન્ટમાં વધારો કરવાની માંગ શાળા સંચાલક મંડળ તરફથી કરવામાં આવી હતી.


રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં ગ્રાન્ટની રકમ છેલ્લે 2017માં નિયત કરવામાં આવી હતી. હવે સાત વર્ષે મોંઘવારી, લાઈટબિલ, સ્ટેશનરી સહિતના ખર્ચમાં વધારો થયો છે. જેના કારણે શાળાનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે શાળા સંચાલક મંડળે 1થી 15 વર્ગ વાળી શાળાને ગ્રાન્ટ વધારીને 5 હજાર કરવા 7થી 16 વર્ગની શાળાની ગ્રાન્ટ વધારીને 4500 અને 17થી વધુ વર્ગ હોય તો તેવી સ્કૂલોમાં ગ્રાન્ટ વધારીને 4 હજાર કરી આપવા માંગ કરવામાં આવી છે. એટલું જ નહી ફી વિકલ્પવાળી શાળાઓમાં વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ફી વિકલ્પવાળી સંસ્થામાં 60 રૂપિયા ફી સાથે 250 જ્યારે 95 રૂપિયા ફી લેતી સંસ્થાઓ માં 450 ફી લેવા રજૂઆત કરાઈ છે. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા અવારનવાર આ મામલે રજૂઆતો પણ કરાય છે તેમ છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હવે શાળા શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે.  દિવાળી વેકેશન બાદ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થવાની છે ત્યારે સંચાલકો દ્વારા ગ્રાન્ટની બાબતમાં કોઈ નિર્ણય લેવાય તેવી આશા રાખીને રજૂઆત કરી છે. સંચાલકોનો એ પણ તર્ક છે કે શાળા પાસે નિભાવ ગ્રાન્ટ ન હોવાથી શાળા ચલાવવી મુશ્કેલ બની જાય છે.