Gandhinagar News: ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (state emergency operation centre Gandhinagar) ખાતે વેધર વોચ ગૃપની બેઠક (weather watch group meeting) યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના (Saurashtra) વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના (NDRF) અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
રાજ્યના 2 જળાશય એલર્ટ પર
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૦૨ જળાશયો એલર્ટ પર અને ૦૧ જળાશય વોર્નિંગ પર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. આ ઉપરાંત SSNNL વિભાગના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ઈસરો અધિકારી દ્વારા જૂન માસમાં સંભવિત વરસાદની શક્યતાઓ અંગે ફોરકાસ્ટની તેમજ કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ સહીત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલથી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે.ગુજરાતમાં પ્રવેશેલુ ચોમાસું નવસારીમાં અટક્યું છે. 19 જૂને ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 20 જૂને વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ