ગાંધીનગરઃ પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પની પ્રક્રિયાની આજથી શરૂ થશે. સાત જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. નવા નિયમોના આધારે શિક્ષકોની બદલી કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. સાત જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. 8થી 11 જૂન સુધી અરજીમાં સુધારો કરી શકાશે. 12 થી 15 જૂન તાલુકા કક્ષાએ અરજી સબમિટ થશે.


રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બદલીનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. બાદમાં શિક્ષણ વિભાગે એક કમિટીની રચના કરી અને બદલીના નવા નિયમો જાહેર કર્યા હતા અને જિલ્લા આંતરિક બદલી કેમ્પની જૂની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે હવે આજથી નવા નિયમ પ્રમાણે બદલી કેમ્પની પ્રક્રિયા શરુ થશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 30 જૂનના રોજ બદલીનો ઓર્ડર ઈશ્યૂ કરાશે. અગાઉના કાર્યક્રમ મુજબ જે શિક્ષકોએ અરજી કરી હતી તેમને પણ ફરીથી અરજી કરવાની રહેશે.


Gandhinagar: રાજ્યમા શરૂ થનારા ભગવદ્ ગીતાના આભ્યાસને લઈને આવ્યા મોટા સમાચાર


ગાંધીનગર: રાજ્યમા શરૂ થનારા ભગવદ્ ગીતાના આભ્યાસ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.  ધોરણ 6થી8માં શરૂ થનારા ભગવદ્ ગીતાના અભ્યાસ અંગે abp અસ્મિતા પાસે EXCLUSIVE માહીતી આવી છે. પૂરક શિક્ષણ તરીકે શાળામાં ભગવદ્ ગીતા કોમિક સ્વરૂપે ભણાવશે. બાળકોને ભગવદ્ ગીતાનું પુસ્તક કોમિક સ્વરૂપનું આપવામાં આવશે. ધોરણ 6,7 અને 8ની ભગવદ્ ગીતાની કોમિક સ્વરૂપની બુકમાં 10- 10 ચેપ્ટર હશે. ભગવદ્ ગીતાના તમામ 18 અધ્યાયનો બુકમાં સમાવેશ કરવામાં આવશે. જીવનમાં ઉપયોગી અને બાળકો ગ્રહણ કરી શકે તેવા શ્લોક પસંદ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. 


આ વર્ષે ધોરણ 10માં અધધ 35 લાખ થયા નાપાસ


Board Result 2023 For This Year: આ વર્ષે જ્યાં અનેક બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર થઈ ગયું છે તો કેટલાક બોર્ડના પરિણામ આવવાના બાકી છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં એવું બહાર આવ્યું છે કે આ વર્ષે 35 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રમોટ કરવામાં આવશે નહીં. આ વિશ્લેષણ શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. જોકે આ તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા નથી. જો આપણે અલગથી વાત કરીએ તો 27.5 લાખ વિદ્યાર્થીઓ 10મીની પરીક્ષા પાસ કરી શક્યા નથી, જ્યારે 7.5 લાખ વિદ્યાર્થીઓએ 10મીની પરીક્ષા જ આપી નથી.