નવા વર્ષે ગુજરાતના ધારાસભ્યોને નવું રહેઠાણ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં નવા બનેલા MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કરશે. વિવિધ ભથ્થાં અને પગાર મળી કુલ 1.16 લાખ સરકારી પગાર મેળવતા ધારાસભ્યોને 37.50 રુપિયાના ભાડા સાથે આવાસ અપાશે. અને એ પણ એટલા પૂર્ણ સુવિધાયુક્ત કે જેમાં ફર્નિચરથી માંડીને ઇલેકટ્રોનિક ઉપકરણો સહિત તમામ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. ધારાસભ્યોએ માત્ર કપડાંની બેગ ભરીને રહેવા જવાનું બાકી રહેશે.

Continues below advertisement

ગાંધીનગરના સેક્ટર-17માં જૂનાં MLA ક્વાર્ટર્સને તોડીને 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ 4BHK ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવી છે. ખાસ કરીને આ આવાસમાં પ્રાઇવસીનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા નિવાસસ્થાનની જરૂરિયાત હોવાથી સરકારે 5 વર્ષ અગાઉ MLA ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કર્યું હતું. નવા આવાસ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ રાખવામાં આવી હતી. અહીં જાહેર સુવિધામાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન અને પ્લેઝન્ટ સીટઆઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ અને ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ એરોબિક્સ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક તથા 4 ઇન-આઉટ ગેટ રહેશે.

વર્ષ 2021માં નવા MLA ક્વાર્ટર્સ તૈયાર કરવા માટે ભૂમિપૂજન કરાયું હતું. સરકારે 9 માળના 12 એપાર્ટમેન્ટ બાંધવાનું નક્કી કર્યું હતું. આ આવાસોમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રિજ, ટીવી સહિતની સુવિધા છે. પગ લુછણિયાં, પડદા, ફિનાઈલ, ટોઇલેટ ક્લીનર પણ પૂરાં પાડવામાં આવે છે. આ મકાનનું લાઈટ બિલ પણ સરકાર ભરે છે. આ સ્થળ સચિવાલય-વિધાનસભાની એકદમ નજીક હોવાની સાથે ગાંધીનગર શહેરની મધ્યમાં આવેલું છે. ગુજરાતની પહેલી સરકાર બની ત્યારથી લઈને અત્યારસુધીમાં આ ચોથી વખત ધારાસભ્યોનાં અવાસ બન્યા છે.

Continues below advertisement

ગુજરાતની પહેલી સરકાર બની ત્યારથી લઈને અત્યારસુધીમાં આ ચોથી વખત ધારાસભ્યોનાં અવાસ બની રહ્યાં છે. ગાંધીનગરમાં વર્ષો પહેલાં સેક્ટર-17માં સૌપ્રથમ ધારાસભ્યોનાં કવાર્ટર બનાવવામાં આવ્યાં હતાં.