ગાંધીનગરઃ આજે  મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક પછી ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીબીએસઇની ધોરણ-12ની પરીક્ષા રદ કર્યા પછી આજે રાજ્ય સરકારે ગુજરાત બોર્ડની ધોરણ-12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. 

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે,  23 મેનાં રોજ ધોરણ 12 પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારનાં 4 સિનિયર મંત્રીઓની હાજરીમાં ઓનલાઇન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દેશનાં મોટા શિક્ષણ મંત્રીઓ હાજર હતાં. ગઇ કાલે પીએમ નરેન્દ્ર મોદીએ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નીર્ણાય લીધો છે, જે મુદે આજે મલેળ કેબિનેટ બેઠકમાં ગઇ કાલે પીએમ લીધેલ નિર્ણયને લઈ ચર્ચા થઈ. ધોરણ 12ની ગુજરાત બોર્ડ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રની ગાઈડ લાઇન પ્રમાણે આપડે નિર્ણય કરીશું. ધોરણ 12 અને 10નાં રીપીટરની પરીક્ષા મુદે હવે નિર્ણય કરીશું. 7 જૂનથી શરૂ થતા નવા સત્રની શરૂઆત ઓનલાઇન હશે.


બીજી તરફ આજે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પહેલા જ ભાજપના નેતા દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. ભાજપના દિગ્ગજ નેતા અને યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલે ધોરણ-12ની પરીક્ષાને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, કોરોનાના વર્તમાન સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો તેમણે ટ્વીટમાં આભાર પણ માન્યો છે. જોકે, આ મુદ્દે વિવાદ થતાં અત્યારે ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કરી દીધું હતું. 


નોંધનીય છે કે, CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીની હાઈલેવલ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. COVID ને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, નિર્ણય કરવામાં આવ્યો કે આ વર્ષે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.


વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે ધોરણ 12 સીબીએસઈ પરીક્ષાઓ  અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે COVID-19 એ શૈક્ષણિક કેલેન્ડરને અસર કરી છે અને બોર્ડની પરીક્ષાનો મુદ્દો વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ચિંતા પેદા કરી રહ્યો છે.