ગાંધીનગરઃ ગુજરાત સરકારના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિને કેંદ્રમાં પ્રતિનિયુક્તી પર આદેશ આપવામાં આવ્યો છે. તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. જયંતિ રવિ ગુજરાત કેડરના 1991 બેચના આઇએએસ અધિકારી છે. 



વર્ષ 2002માં ડોક્ટર જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. આ પછી ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય, શિક્ષણ વિભાગ, જેવા વિભાગોમાં તેમનુ મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ કડક વહીવટકર્તા તરીકે પણ જાણીતા છે. જયંતિ રવિ ૧૧ જેટલી ભાષા જાણે છે. તેઓએ સંસ્કૃત ભાષામાં- અંગ્રેજીમાં ઘણા પુસ્તકો લખ્યા છે.

એટલું જ નહીં,  તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. તેઓ મૂળ દક્ષિણ ભારતના છે અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને હાવર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. તેમણે મેનેજમેન્ટ વિષયમાં પણ પીએચડી કર્યું છે. આટલું ભણ્યા બાદ પણ સતત મૃદુભાષી અને જમીનને જોડાયેલા રહેલા અધિકારી છે.