GSRTC દ્વારા ઓનલાઈન બુકિંગ પર ડિસ્કાઉન્ટમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો, જાણો વિગત
abpasmita.in | 16 Jul 2019 08:26 PM (IST)
નિગમ દ્વારા નોન પ્રીમીયમ સર્વીસમાં 4 ટકાના બદલે હવે 8 ટકા અને પ્રીમીયમ સર્વીસમાં 6 ટકાના બદલે 10 ટકા ડિસ્કાઉન્ટ કરવામાં આવેલ છે.
ગાંધીનગરઃ STમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઓનલાઈન બુકિંગ કરાવતાં લોકોને આપવામાં આવતા ડિસ્કાઉન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. જેનાથી નિગમની ઓફિસિયલ વેબ સાઈટથી ઇ ટીકીટ અને એપ્લિકેશનથી બુકિંગ કરતા મુસાફરોને ફાયદો થશે. 1 જુલાઈથી નિગમ દ્વારા નોન પ્રીમીયમ સર્વીસમાં 4 ટકાના બદલે હવે 8 ટકા અને પ્રીમીયમ સર્વીસમાં 6 ટકાના બદલે 10 ટકા ડિસ્કાઉન્ટ કરવામાં આવ્યું છે. આમ પ્રીમીયમ અને નોન પ્રીમીયમ સર્વિસમાં 4 ટકા ડિસ્કાઉન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ડીજીટલ ઈન્ડિયા હેઠળ તમામ નાણાકીય વ્યવહારોને પ્રોત્સાહન મળે તે હેતુથી નિગમ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.