GSRTC New Recruitment: ગુજરાત ST બસના ડ્રાઈવર અને કંડક્ટર માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ડ્રાઈવરની 4599 અને કંડક્ટરની 4318 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આવતીકાલથી જ ફોર્મ ભરવાની શરૂઆત થશે. 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં બેરોજગાર યુવક-યુવતીઓ માટે નોકરી મેળવવાની ગોલ્ડન તક આવી છે. એસટી નિગમમાં 4318 કંડકટર અને ડ્રાઇવરની 4599 જગ્યાઓ મળીને 8917 જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ સુધી 26000 ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ નોકરી માટે પાંચ વર્ષ સુધી 26000 ફિકસ પગાર ચૂકવવામાં આવશે.
લાયકાત 12 પાસ
જેમાં કંડકટરની પોસ્ટમાં ફીકસ પગાર– પાંચ વર્ષ માટે રૂપિયા 18500/- આપવામાં આવશે તેમજ ડ્રાઈવરની પોસ્ટ માટે પણ રૂપિયા 18500 આપવામાં આવશે તેમ પરિપત્રમાં જણાવ્યું છે. જે બંન્ને પોસ્ટમાં લાયકાત 12 પાસ છે. કંડક્ટર માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 12 પાસ (10+2) હોવો જોઈએ. ઉમેદવારની વયમર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે, જેમાં અનામત વર્ગના લોકોને નિયમ મુજબ છૂટછાટ મળશે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે RTO માન્ય વેલિડ કંડક્ટર લાઈસન્સ અને બેઝ હોવો અનિવાર્ય છે તેમજ તેમનું શારીરિક વિઝન (દ્રષ્ટિ) પણ બિલકુલ સાફ હોવું જોઈએ. 4318 જગ્યાઓ પર કંડક્ટરની ભરતી કરવામાં આવશે. કંડક્ટર માટે પણ બિન-અનામત (2330), આર્થિક રીતે નબળા વર્ગો (EWS- 459) , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC- 843), અનુસૂચિત જાતિ (SC- 218) અને અનુસૂચિત જનજાતિ (ST 468) તેમજ મહિલાઓ અને માજી સૈનિકો માટે બેઠકો અનામત રાખવામાં આવી છે.
બીજી તરફ, ડ્રાઇવરની કુલ 4599 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. ડ્રાઇવર પદ માટે પણ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવી છે. આ માટે વયમર્યાદા 25 થી 35 વર્ષ નક્કી કરાઈ છે (અનામત વર્ગ માટે 5 વર્ષની છૂટછાટ રહેશે). શારીરિક માપદંડમાં પુરુષ ઉમેદવારો માટે લઘુત્તમ ઊંચાઈ 162 સેમી (ST વર્ગ માટે 160 સેમી) અને મહિલાઓ માટે 158 સેમી હોવી જરૂરી છે. ડ્રાઇવરના ઉમેદવારો કલર બ્લાઇન્ડનેસ (રંગ અંધત્વ) ધરાવતા ન હોવા જોઈએ. ડ્રાઈવરની ભરતી માટે બિન-અનામત (2066), આર્થિક રીતે નબળા વર્ગો (EWS- 490) , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC- 1061), અનુસૂચિત જાતિ (SC- 274) અને અનુસૂચિત જનજાતિ (ST 708) તેમજ મહિલાઓ અને માજી સૈનિકો માટે બેઠકો અનામત રાખવામાં આવી છે.
જાણો ભરતી પ્રક્રિયા વિશે?
OMR લેખિત પરીક્ષા (100 ગુણ): આ પરીક્ષાનું 40 ટકા વેઈટેજ રહેશે. જેમાં સામાન્ય જ્ઞાન, રોડ સેફ્ટી, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ તથા અંક ગણિતના પ્રશ્નો પૂછાશે.
ડ્રાઈવિંગ ટેસ્ટ (50 ગુણ): આ ટેસ્ટનું 60 ટકા વેઈટેજ રહેશે અને તેમાં પાસ થવા માટે લઘુત્તમ 35 ગુણ મેળવવા ફરજિયાત છે.
