ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થશે. 3 માર્ચે વિધાનસભામાં નાણાંમંત્રી બજેટ રજૂ કરશે. લગભગ એક મહિના સુધી સત્ર ચાલશે. 30 માર્ચ સુધી ચાલનાર સત્રમાં અંદાજ પત્ર, પૂરક માંગણી ઉપરાંત સરકારી વિધેયકો પર ચર્ચા થશે. બજેટને પગલે ગાંધીનગરમાં નાણાં વિભાગની બેઠકોનો ધમધમાટ શરૂ થયો . આ તરફ, વિધાનસભા સત્રને પગલે વિપક્ષના રાજકીય આક્રમણનો સામનો કરવા સરકાર સજ્જ થઇ રહી છે તો વિપક્ષે પણ વિવિધ મુદ્દે સરકારને ભિડવવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.


સત્રમાં રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ અને અંદાજપત્ર પર ચારેક દિવસ ચર્ચા થશે. તો સરકારી વિધેયકો પર પણ ચાર દિવસ ચર્ચા કરવામાં આવશે. પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા થશે. ખેડૂતોની સમસ્યા ઉપરાંત મોંઘવારી, કાયદો વ્યસથાની પરિસ્થિતિ સહિત અન્ય મુદ્દાઓને લઇને સત્ર તોફાની બની શકે છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે નવી સરકાર ખેડૂતો, મહિલાઓ ઉપરાંત યુવાઓને રાજી રાખવા પ્રયાસ કરે તેવી શક્યતા છે.આ વખતે બજેટમાં નવા કરવેરા શક્યતા નહીવત છે પણ ખેડૂત અને પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય તેવી સંભાવના છે.


ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? 


ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો રાહતજનક ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11794 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક 11 દિવસ બાદ 1 લાખથી નીચે આવ્યો છે. રાજ્યમાં હાલ 98021 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને 285 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, કોરોનાથી સતત વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. 27 મે બાદ સૌથી વધુ 33 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 8, સુરત-રાજકોટ-ભાવનગરમાંથી 5, વડોદરામાંથી 3, આણંદ-વલસાડમાંથી 2, જામનગર-બોટાદ-ખેડામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે 10408 છે.


આ પૈકી જાન્યુઆરીમાં જ 290 વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3990-ગ્રામ્યમાંથી 76 સાથે 4066 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા એવો જિલ્લો છે જ્યાં કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 1816-ગ્રામ્યમાં 441 સાથે 2257 કેસ નોંધાયા છે.આમ, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 11,44,585 છે.છેલ્લા 24 કલાકમાં 21655 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 10,36,156 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 90.53 ટકા છે.


Kia Carens Petrol Review: 7 સીટર સેલ્ટોસથી ખૂબ આગળની કાર છે કિયા કેરેન્સ, વાંચો રિવ્યૂ


અમદાવાદમાં વન ડે સીરિઝ માટે BCCI ચાર્ટર પ્લેન નહીં કરે, દરેક ભારતીય ક્રિકટરને કઈ રીતે અને ક્યાં સુધી અમદાવાદ પહોંચવા ફરમાન ?


'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે


Investment Tips: SIP માં પૈસા લગાવતી વખતે નવા રોકાણકારો કરે છે આ ભૂલો, થઈ શકે છે મોટું નુકસાન