Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં છ યાદીમાં ઉમેવારો જાહેર કરી ચુકી છે. ભાજપ અને કોંગ્રેસે પણ ચૂંટણીના મુરતિયાનું મંથન શરૂ કર્યુ છે.
ગાંધીનગર જિલ્લાની 5 બેઠકો પરના સંભવિત ઉમેદવારોની એક્સકલુઝિવ યાદી
કલોલ
બળદેવજી ઠાકોર, વર્તમાન ધારાસભ્ય
માણસા
સુરેશભાઈ પટેલ, વર્તમાન ધારાસભ્ય
બાબુસિંહ ઠાકોર
ગીતાબેન પટેલ
ગાંધીનગર ઉત્તર
વિરેન્દ્રસિંહ વાઘેલા
નિશીથ વ્યાસ
નરેશકુમાર ઠાકોર
ગાંધીનગર દક્ષિણ
હિમાંશુ પટેલ
પ્રકાશ વાણિયા
દહેગામ
કામીનીબા રાઠોડ
વખતસિંહ ચૌહાણ
કાળુસિંહ બિહોલા
બાબુસિંહ ઝાલા
2017માં શું હતું ચિત્ર
2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાઈ હતી. 18 ડિસેમ્બરે પરિણામ જાહેર થયું હતું. ભાજપને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી હતી. ભાજપનો વોટ શેર 49.05 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 41.44 ટકા હતો. 2012માં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠક મળી હતી.
શું મોદી સરકારના પ્રધાનમંત્રી જન કલ્યાણ વિભાગ દ્વારા આમ આદમીને આપવામાં આવી રહી છે રૂપિયા 5000ની આર્થિક મદદ ?
કેન્દ્રની મોદી સરકાર દેશના દરેક વર્ગ માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે સમયાંતરે યોજનાઓ પણ લોન્ચ કરે છે. સરકાર પોતાની સત્તાવાર વેબસાઈટ દ્વારા લોકોને આ યોજનાઓ વિશે માહિતી આપતી રહે છે.
હાલમાં જ સોશિયલ મીડિયામાં આવા જ એક પ્લાન વિશે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારનું કલ્યાણ વિભાગ તમામ લોકોને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપી રહ્યું છે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો તો તેના માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. જો તમને પણ આ મેસેજ અને ફોર્મની લિંક મળી છે તો તેના પર વિશ્વાસ કરતા પહેલા તેનું સત્ય જાણી લો.
પીઆઈબીએ ટ્વિટ કરીને જણાવી હકીકત
'પ્રધાનમંત્રીના લોક કલ્યાણ વિભાગ' દ્વારા આપવામાં આવેલ 5,000 રૂપિયાનો મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, સરકારની એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ મામલાની તથ્ય તપાસ કરી છે અને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી તેના વિશેની માહિતી શેર કરી છે. પીઆઈબીએ કહ્યું છે કે વેબસાઈટ પર કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. સરકારે એવી કોઈ યોજના શરૂ કરી નથી, જેના દ્વારા તમને 5,000 રૂપિયાની આર્થિક સહાય મળશે.