Gandhinagar: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્ય ચિરાગ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું, છેલ્લા બે વર્ષે માં યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત કરોડો રૂપિયાની સહાય ચૂકવાઇ છે. છેલ્લા બે વર્ષે માં 209.74 કરોડની સહાય ચૂકવાઇ છે, 53 હજાર 924 લાભાર્થી વિદ્યાર્થીઓ ને સહાય ચૂકવાઈ છે.


એમબીએ અને એમસીએની કોલેજોમાં કેટલી સીટો ખાલી ?


વિમલ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં રાજ્યની એમબીએ અને એમસીએની કોલેજોમાં કેટલી સીટો ખાલી છે તા પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું, એમબીએની 21 હજાર 652 સીટો ભરાઈ છે, જેની સામે 7 હજાર 929 સીટોઓ ખાલી છે, જ્યારે એમસીએની 7 હજાર 73 સીટો ભરાઈ છે અને 5 હજાર 461 સીટો ખાલી છે.

અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં રાજ્યમાં સરકારી કોલેજોમાં ખાલી જગ્યાઓના પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું, 1773 મંજૂર મહેકમ સામે 1340 જગ્યા ભરાયેલી છે, તો 433 જગ્યાઓ વહીવટી કારણોસર ખાલી છે.
ગુલાબસિંહ ચૌહાણના પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું, રાજ્યમાં ડિગ્રી ઇજનેરી અભ્યાસ ક્રમની 69 હજાર 410 બેઠકો છે. જેમાં છેલ્લા બે વર્ષમાં સરકારી કોલેજમાં 12 હજાર 103 જગ્યાઓ ભરાઈ છે, જ્યારે 6 હજાર 822 સરકારી કોલેજોમાં જગ્યા ખાલી રહી છે. તો અનુદાનિત બેઠકોમાં 2606 જગ્યા ભરાઈ અને 538 જગ્યા ખાલી રહી છે. સ્વનિર્ભર કોલેજોની 50 હજાર 840 જગ્યા ભરાઈ જ્યારે 62 હજાર 829 જગ્યાઓ ખાલી રહી છે.


અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં એએમસીએ ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કર્યો છે. હાલ એક દિવસમાં 1500 લોકોના ટેસ્ટિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 887 કોરોના એક્ટિવ કેસ છે અને શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરવા આદેશ કરાયો છે. પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી ઉપરના છે. પશ્ચિમઝોન, નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાએ પગપેસારો કર્યો છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા હતા. જ્યારે 149  દર્દીઓ સાજા થયાં હતા. સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા.  રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.


અમદાવાદ જિલ્લામાં 115, મોરબીમાં 27, સુરત જિલ્લામાં 31, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ જિલ્લામાં 25, ગાંધીનગર જિલ્લામાં 22, અમરેલીમાં 12, બનાસકાંઠા, ભરૂચમાં 6-6 કેસ, મહેસાણામાં 4, સુરેન્દ્રનગરમાં 3, કચ્છ અને પોરબંદરમાં બે-બે કેસ, આણંદ, ભાવનગર, સાબરકાંઠા અને વલસાડમાં એક એક કેસ નોંધાયો હતો.


રાજ્યમાં છેલ્લા 20 દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1849 એક્ટિવ કેસ છે. 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1841 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા થઈ ગયો છે.