Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આજે કિરણ પટેલનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેશ પરમારે મુદ્દો ઉઠાવ્યો  હતો. તેમણે કહ્યું, ગુજરાતનો કિરણ પટેલ પીએમાઓનો અધિકારી બની જાય અને કોઈને ખબર ન પડે, કાશ્મીરમાં ફરતો રહે અને કોઈને ગુજરાતમાં ખબર ન પડે.


બીજું શું કહ્યું શૈલેશ પરમારે

આઇએએસ અને આઇપીએસની જાસૂસી થવાના બનાવો બને છે. સરકારનું પોતાનું પ્લેન 2 વર્ષ સુધી કોઈ ઉડાડે અને આઇબીને ખબર ના હોય , કરાઈમાં નકલી પીએસઆઇ બનીને ઘૂસી જાય અને કોઈને ખબર ન પડે. ગૃહ વિભાગ પણ સરકારની જેમ ડબલ એન્જિનથી ચાલે છે. ગૃહ વિભાગનું એક એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર.


કિરણ પટેલનો ફોન-વિઝીટીંગ કાર્ડ ગાંધીનગર એફએસએલમાં મોકલાશે, તપાસ માટે અમદાવાદ લવાશે


કિરણ પટેલના 14 દિવસના રિમાન્ડ બાદ પણ શ્રીનગર પોલીસ તપાસને લગતી વિગતો જાહેર કરી શકી નથી. ત્યારે તેના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ ગાંધીનગર એફએલએલ મોકલશે. જેથી આ કેસની તપાસમાં જરૂરી મદદ અને પુરાવા મળી રહે છે. સાથે પોલીસે તેની અગાઉની મુલાકાત સમયની વિગતો પણ એકઠી કરી છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને  જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો.જે કેસમાં તેના 14 દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ત્યારે આ કેસની તપાસમાં મહત્વની પુરાવા એવા કિરણ પટેલના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલશે. આ સાથે તેના મોબાઇલ ફોનના છેલ્લાં મહિનાના કોલ રેકોર્ડ ડીટેઇલ પણ મેળવવામાં  આવી છે. જેથી કોના સંપર્કમાં હતો? તે વિગતો પણ જાણી શકાશે.  આ ઉપરાત, પોલીસ  કેસની તપાસ માટે અમદાવાદ પણ લાવશે. તેમ સુત્રોએ દ્વારા જાણવા મળ્યું છે.


ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને  તેમના કામ કરાવી આપવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા લેતો હોવાના આક્ષેપો થયા છે. ત્યારે ગુજરાતમાં પણ કિરણ પટેલ સરકારના તમામ મંત્રીઓ તેમના વિભાગના આઇએએસ અધિકારીઓ સાથે સીધો સંપર્ક ધરાવે છે. તેમ જણાવીને લોકોને વિશ્વાસમાં લેતો હતો. જે બાદ તેમને જે તે વિભાગમાં નોેકરી અપાવવા કે  સરકારી ટેન્ડર પાસ કરાવી આપવાની ખાતરી આપતો હતો. જેથી તેની વાતોમાં આવીને અનેક લોકોએ લાખો રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ  આપ્યા હતા.  આમ, ગાંધીનગર સચિવાલયમાં તેના નેટવર્કને વિસ્તાર્યું હતું.ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જણાવ્યું કે અગાઉ પણ કિરણ પટેલ વિરૂદ્વ અનેક ગુના નોંધાયા છે.