Gujarat Assembly: ધારાસભ્યોની આજે શપથવિધિ શપથવિધિમાં કચ્છના માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પારંપરિક વસ્ત્રો ધારણ કરી વિધાનસભા પહોંચ્યા હતા. આ બાબતે વાત કરતા દવેએ જણાવ્યું કે બ્રાહ્મણ કુટુંબમાં મારો જન્મ થયો છે, દરરોજ પૂજાપાઠ કરતાં કુટુંબમાંથી હું આવું છું ત્યારે આજે મારા માટે આ શુભ દિવસ હોવાથી મેં પારંપરિક પરિધાન પહેર્યા છે.. ઉપરાંત તેઓ આજે સંસ્કૃત ભાષામાં પદના એટલે કે ધારાસભ્ય તરીકે ના શપથ લેવાના છે, આ બાબતે જણાવ્યું કે, સંસ્કૃત તમામ ભાષાની જનની અને માતૃ ભાષા છે માટે હું સંસ્કૃતમાં શપથ લઈશ. ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તે માટે પણ હું કામ કરીશ.
વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ
વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા. આજે બપોરે શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે, કોઈપણ રાજકીય પક્ષ સાથે અધ્યક્ષ સંકળાયેલા હોતા નથી. તેથી અધ્યક્ષપદની ઉમેદવારી બાદ શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે.
ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કરતાં પહેલા કયા ધારાસભ્યએ નતમસ્તક પ્રણામ કર્યા ?
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ છે, ત્યારે તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી રહ્યા છે. આ દરમિયાન જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભાની અંદર પગ મુકતા પહેલા મતમસ્તક પ્રણામ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે એટલા માટે એક ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા તેઓએ નતમસ્તક પ્રણામ કર્યા હતા. ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરતા પહેલા એક વ્યક્તિ આ રીતે ઘૂંટણભેર બેસી માથું જમીને અડાડી અને વિધાનસભા ગૃહને મસ્તક પ્રણામ કરે તેવું આ એકમાત્ર દ્રશ્ય હતું.