Gujarat Assembly Live: વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ, ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
Gujarat Assembly : ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે.
- પૂર્વ અધ્યક્ષ રમણ વોરા અને ગણપત વસાવા એ ધારાસભ્ય તરીકેના પ્રથમ શપથ લીધા
- રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે સંસ્કૃત ભાષામાં ધારાસભ્ય પદના શપથ લીધા
- મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા
- અન્ય ધારાસભ્યો એક બાદ એક લઈ રહ્યા છે ધારાસભ્ય પદના શપથ
- રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે સંસ્કૃત ભાષામાં ધારાસભ્ય પદના શપથ લીધા
- મંત્રીમંડળના સભ્યોના ધારાસભ્ય પદ ના શપથ બાદ મહિલા ધારાસભ્યોએ ધારાસભ્ય પદના લીધા શપથ
- નાંદોદના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સંસ્કૃતમાં લીધા ધારાસભ્ય પદના શપથ
શપથ લેતા જ ધારાસભ્યોના પગાર ભથ્થાઓ શરૂ થશે. ધારાસભ્યોના પગાર ભથ્થાઓના બેન્ક એકાઉન્ટ ખોલવા માટેની વિધાનસભા પરિસરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભા ખાતે એસબીઆઈના અધિકારીઓએ ધારાસભ્યોના બેંક ખાતાઓ ખોલવા કેમ્પ કર્યો છે. જેમાં તમામ ધારાસભ્યોના બેંક એકાઉન્ટ આજે ખોલવામાં આવશે. ઉપરાંત તમામ ધારાસભ્યોના આઈકાર્ડ પણ આજે ઇસ્યુ થશે.
વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા. આજે બપોરે શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે, કોઈપણ રાજકીય પક્ષ સાથે અધ્યક્ષ સંકળાયેલા હોતા નથી. તેથી અધ્યક્ષપદની ઉમેદવારી બાદ શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે.
ધારાસભ્યોની આજે શપથવિધિ શપથવિધિમાં કચ્છના માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પારંપરિક વસ્ત્રો ધારણ કરી વિધાનસભા પહોંચ્યા હતા. આ બાબતે વાત કરતા દવેએ જણાવ્યું કે બ્રાહ્મણ કુટુંબમાં મારો જન્મ થયો છે, દરરોજ પૂજાપાઠ કરતાં કુટુંબમાંથી હું આવું છું ત્યારે આજે મારા માટે આ શુભ દિવસ હોવાથી મેં પારંપરિક પરિધાન પહેર્યા છે.. ઉપરાંત તેઓ આજે સંસ્કૃત ભાષામાં પદના એટલે કે ધારાસભ્ય તરીકે ના શપથ લેવાના છે, આ બાબતે જણાવ્યું કે, સંસ્કૃત તમામ ભાષાની જનની અને માતૃ ભાષા છે માટે હું સંસ્કૃતમાં શપથ લઈશ. ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તે માટે પણ હું કામ કરીશ.
વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. જે બાદ તેમણે મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા હતા. જે બાદ મંત્રીઓને શપથ લેવડાવાશે.
ગુજરાતના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની આજે શપથવિધિ શપથવિધિ પહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોની બેઠક મળી. જેની અંદર ગૃહની કાર્યવાહી અને નીતિ રીતે થી તમામ લોકોને અવગત કરવામાં આવ્યા. આવતીકાલે 15મી ગુજરાત વિધાનસભાનું પહેલું એક દિવસે સત્ર મળશે. જેની અંદર સૌ પહેલા રાજ્યપાલનો સંબોધન રહેશે ત્યારબાદ શોક ઠરાવ પસાર કરવામાં આવશે અને બાદમાં ગૃહની કાર્યવાહી શરૂ થશે. જેમાં સરકારી વિધાયક ગૃહ ની અંદર રજૂ કરવામાં આવશે ધારાસભ્યની શપથવિધિ પહેલાં પ્રોટેક સ્પીકર તરીકે યોગેશ પટેલે રાજ્યપાલ સમક્ષ શપથ લીધા.
ગુજરાત વિધાનસભાનું આવતીકાલ એક દિવસીય સત્ર મળશે. સત્રમાં સૌ પ્રથમ વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ચૂંટણી થશે. રાજ્યપાલનું વિધાનસભામા સંબોધન થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ અને ત્યારબાદ સરકારી બીલ રજૂ થશે.
ગાંધીનગર વિધાનસભામાં પ્રવેશ પહેલા જૂનાગઢના ધારાસભ્યએ વંદન કર્યા હતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિધાનસભામાં નતમસ્તક પ્રણામ કરી માથું ઝુકાવી વિધાનસભામાં પગ મૂક્યો હતો. તેમણે કહ્યું વિધાનસભાએ ધારાસભ્ય તરીકે મારું મંદિર છે, લોકોની સુખાકારી માટે અહીથી કામ કરવાનું છે. બળ અને શક્તિ મળે તે માટે શીશ ઝુકાવવું જોઈએ, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા એ મારી પ્રાથમિકતા છે.
શંકર ચૌધરી આજે ગુજરાત વિધાનસભાના સ્પીકર માટે ઉમેદવારી નોંધાવશે. સવારે 11 વાગે શંકર ચૌધરી નામાંકન ભરશે. તેઓ આવતીકાલે યોજાનાર અધ્યક્ષની ચૂંટણી માટે નામાંકન ભરશે.
બ્રેકગ્રાઉન્ડ
15મી ગુજરાત વિધાનસભામાં નવા મંત્રીઓએ ચાર્જ સાંભળી લીધો છે અને તેમણે કામગીરી શરુ કરી દીધી છે. આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે. બપોરે 12:00 વાગ્યે સૌ પ્રથમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને શપથ અપાવશે. ત્યારબાદ અધ્યક્ષ રહી ચૂકેલા રમણભાઈ વોરા અને પછી ગણપત વસાવાને શપથ અપાવશે. આવતી કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે. આ સત્રનું સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે.
ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ ગાંધીનગર ખાતે શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે. શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને પણ મળ્યા હતાં. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -