ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભાના સત્રના અંતિમ દિવસે ધારાસભ્યોનું ફોટો સેશન યોજાયું હતું. આ ફોટો સેશનમાં વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા. ચૂંટણીના વર્ષમાં વિધાનસભાના છેલ્લા સત્રના છેલ્લા દિવસે ધારાસભ્યોનું ફોટો સેશન કરવામાં આવ્યું. બધા ધારાસભ્યોએ એક સાથે ફોટો પડાવ્યો હતો. વિધાનસભા બહાર પોડિયમ બનવવામાં આવ્યું હતું.
ફોટો સેશન દરમિયાન પહેલી હરોળમાં ડો. નીમાબેન આચાર્યની જમણી બાજુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો બેઠા હતા. જ્યારે તેમની ડાબી બાજુએ વિધાનસભાના દંડક પંકજ દેસાઇ, વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, નીતિન પટેલ, ભૂપેન્દ્ર પટેલ સહિત પૂર્વ મંત્રીઓ બેઠા હતા. જોકે, આ બધાની વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગેરહાજરી જોવા મળી હતી.
નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે તેમના દીકરાનું મોટું નિવેદન? જાણો શું કહ્યું?
રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો પ્રમાણે, નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઈ હોવાનો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો છે. નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા છે. પ્રશાંત કિશોરે સૂચવેલી ફોર્મ્યૂલાને કોંગ્રેસે સ્વીકારતા નરેશ પટેલની એન્ટ્રી નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
હવે આ મુદ્દે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્રએ પોસ્ટ મૂકી છે. ખોટા સમાચારોથી પ્રભાવતિ થવું નહીં. નરેશભાી પટેલ દ્વારા કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. સન્માનનીય વ્યક્તિ નરેશભાઈ જ્યાં સુધી કઈ પણ પોતે કહે નહીં એમના સિવાયના સમાચારોમાં તથ્ય માનવું નહીં. કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે નરેશ પટેલના પુત્રએ પોસ્ટ મૂકી. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પણ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત ખોડલધામ તરફથી ખોટી ગણાવી.
નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી તેને લઈને તમામ લોકો જાણવા માંગે છે. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. નરેશભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું, આપ બધાને દિલગીર વ્યક્ત કરુ છુ તમે લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું બહાર હતો. આજે આપના પ્રશ્નોના જવાબ આપવા આપની સમક્ષ હાજર થયો છું.
અગાઉ ખોડલધામના નરેશભાઈ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષના નેતાઓ સંપર્કમાં છે. એપ્રિલના ત્રીજા સપ્તાહ સુધીમાં રાજકારણમાં જોડાવા અંગે નિર્ણય કરશું, સમગ્ર ગુજરાતમાં ખોડલધામનું નેટવર્ક છે અને જિલ્લા અને તાલુકા લેવલે સમિતી છે તેમાં સર્વે ચાલી રહ્યો છે.
નરેશભાઈ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ખૂબ જૂનો સબંધ છે તેના લીધે મળવાનું થયું છે. નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી છે.નરેશ પટેલ પોતે રાજકારણમાં જોડાવવા ઈચ્છતા હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ સ્વિકાર કરી છે. તેમણે કહ્યું રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય. નરેશભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતનાં તમામ ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે. રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાશે તે પ્રશ્નનાં જવાબમાં ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું કે, સર્વે સમિતિનાં રીપોર્ટ બાદ આ નિર્ણય લઇ શકાશે અને ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે.