Gujarat Assembly session 2021: GST સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહમાં થયું પસાર
વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઈ. વિધાનસભા ગૃહમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય શાબ્દીક યુધ્ધ થયું. બિન અનામત આયોગ પર ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે પ્રશ્ન પુછતા સમયે પ્રતાપ દુધાતે કહ્યુ આનંદીબેન ગયા એમા તો...
નીતિન પટેલે કહ્યું, છેલ્લે લખનઉમાં જીએસટીની બેઠકમા ચર્ચા થઈ હતી. પેટ્રોલ ડીઝલને જીએસટીમા લાવવા માટે ચર્ચા થઈ હતી. કોંગ્રેસના શાસનમાં રહેલી સરકારોએ પેટ્રોલ ડીઝલને જીએસટીમા ન લેવા કહ્યું. કોંગ્રેસના સરકારના લોકોએ વેટમા જ પેટ્રોલ ડીઝલ રાખવા કહ્યું હતું. વિધાનસભા ગૃહમાં પૂર્વ નાણા મંત્રી નિતિન પટેલનુ નિવેદન.
GST સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહ માં થયું પસાર.
એરોપ્લેનનુ પેટ્રોલ ડીઝલ સસ્તુ કરીએ તો સામાન્ય લોકો કેમ વધુ રકમ ભોગવે. જીએસટીમા પેટ્રોલિયમ પેદાશોને લાવવા માંગ. વેરાનુ ભારણ ઘટાડવા માટે સરકારને પરેશ ધાનાણીની અપીલ.
જીએસટી સુધારા વિધેયક પર બોલતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ સુપ્રીમ કોર્ટના જજ અને એક કેસનો ઉલ્લેખ કરતાં શાસક પક્ષે પોઈન્ટ ઓફ ઓર્ડર ઊભો કર્યો. સંસદીય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ જજના અવલોકનની કોપી ગૃહમાં રજૂ કરે નહીં તો ઠપકો આપવામાં આવે તેવી રજુઆત કરી. અધ્યક્ષ નીમાબેન આચાર્યએ એક માસમાં આ કોપી રજુ કરવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીને તાકિદ કરી. જીએસટી આવ્યા પછી પણ બોગસ બિલિંગ અટકાવી શકાયું નથી. કરોડો રુપિયાના ખોટા ડેટાના આધારે બોગસ બીલિંગ થાય છે. જીએસટી સુધારા વિધેયક પર નેતા વિપક્ષ પરેશ ધાનાણીનુ નિવેદન.
જીએસટી આવ્યા પછી પણ બોગસ બિલિંગ અટકાવી શકાયું નથી. કરોડો રુપિયાના ખોટા ડેટાના આધારે બોગસ બીલિંગ થાય છે. જીએસટી સુધારા વિધેયક પર નેતા વિપક્ષ પરેશ ધાનાણીનુ નિવેદન.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટેના સાધનોની આયુષ્ય મર્યાદા પુરી થઈ ગઈ હોવાથી આગ માટે જવાબદાર હોવાનું તારણ કરવામાં આવ્યું. આવા સાધનોની આયુષ્ય મર્યાદા ૫ વર્ષની હોય છે. જો કે શ્રેય હોસ્પિટલ માં ઉપયોગ લેવામાં આવેલા સાધનો ૧૨ થી ૧૩ વર્ષ જુના હતા, તેઓ ઉલ્લેખ તપાસ પંચના રિપોર્ટમાં કરવામાં આવ્યો.
રાજ્યમાં ટેટ પાસ ઉમેદવારની ભરતી મુદે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલનું નિવેદન. વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી. ટેટ 1 ના 6,341 પાસ ઉમેદવારો સામે ફક્ત 52 ઉમેદવારોને નિમણૂક અપાઈ. ટેટ 2ના 50,755 પાસ ઉમેદવારો સામે ફક્ત 3,335 ઉમેદવારોને નિમણૂક અપાઈ. ટેટ 1ની પરીક્ષા માર્ચ 2018માં લેવાઈ હતી, જ્યારે ટેટ 2 ની પરીક્ષા ઓગસ્ટ 2017માં લેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પણ ટેટ ની સમયમર્યાદા રદ કઈ છે તો રાજ્ય સરકાર પણ સમયમર્યાદા રદ કરે. રાજ્ય સરકારે ટેટ પાસ ઉમેદવારને નોકરી આપવી જોઈએ.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કોરોના મૃતકોના આંકડા અંગે નિવેદન. કોરોના મહામારીના શરૂવાતથી જ સરકારની બેદરકારીનો ભોગ ગુજરાતની જનતા બની છે. ઇન્જેક્શન વેન્ટિલેટર માટે લોકો દરદર ભટક્યા. સરકારે પહેલા દિવસ થી જ આંકડા છુપાવવા ની શરૂવાત કરી છે. નામદર હાઇકોર્ટે ના સૂચન પછી પણ સરકારે આંકડા છુપાવ્યા છે. સરકારના આપેલા અકડાં ઓ ખોટા છે, અરજદારો ની સંખ્યા મુજબ પણ આંકડા ખોટા સાબિત થયા છે. 3 લાખ કરતા વધુ સરકાર ની ગુનાહિત બેદરકારી ના કારણે થયા છે. એટલે આ મૃત્યુ નહિ પણ સરકાર ની બેદરકારી થી હત્યા કરવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન મુજબ જે પણ લોકોના કોરોનામાં મૃત્યુ થાય તેને 4 લાખની સહાય આપવામાં આવે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈ અનુસાર પણ 4 લાખની સહાય આપવી જોઈએ. પણ સરકાર જોડે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ માટે રૂપિયા છે પણ કોરોના થી મૃત્યુ પામેલા લોકો માટે 4 લાખ નથી.
ભાજપ સરકારની ગુનાહિત પ્રવૃત્તિને કારણે કોરોનાથી વધુ લોકોના મોતઃ ધાનાણી
શ્રેય હોસ્પિટલ અમદાવાદ અને ઉદય શિવાનંદ હોસ્પિટલ રાજકોટમાં કોરોના દરમિયાન લાગેલ આગનો નિવૃત જસ્ટિટ ડી એ મહેતા તપાસપંચનો અહેવાલ ગૃહમા મુકાયો.
પ્રતાપ દુધાતની પત્રકાર પરિષદઃ વર્ષ 2019-20નો કેગ અહેવાલ વિધાનસભા મેજ પર મુકાયો. કેગ અહેવાલની બુકના બદલે આ વખતે સીડી આપવામાં આવી.
ગૃહમા અધ્યક્ષ નીમાબેન પહોંચ્યા. ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ.
ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસને ગૃહમાં હલ્લાબોલ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ્યા હતા. સી.એમ. પટેલ ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન ની ધૂન’ ગૃહમાં શરૂ કરી હતી.
વિધાનસભા ગૃહમા કોંગ્રેસે હોબાળો કર્યો. રાજ્યમાંમા થયેલ મોતના આંકડાઓમાં વિસંગતતાને લઈને હોબાળો કર્યો. વેલમાં તમામ ધારાસભ્ય ઘસી આવ્યા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા. વેલમાં આવેલ તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેડ કરવામાં આવ્યા. સાર્જન્ટ ગૃહમા પ્રવેશ્યા. ધારાસભ્યો ન્યાય આપોના નારાઓ સાથે વિધાનસભા વેલમાં બેસી ગયા. પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સ્થગીત કરવામાં આવી છે. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના તમામ ધતાસભ્યોનો ગૃહમા જબદસ્ત વિરોધ. પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્યો બેસી ગયા. નારાઓ ચાલુ.
રાજય સરકારનું નાણાકીય વર્ષ 2020 - 21ની સ્થિતિમાં 3,00,959 કરોડ દેવું હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર. વર્ષ 2019-20 મા 26,791 કરોડ અને વર્ષ 2020-21 મા 33,864 કરોડ દેવામાં વધારો થયો. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના સવાલ પર રાજ્ય સરકારનો જવાબ.
રાજ્યમાં કોરોના મહામારીના કારણે ખાનગી શાળાઓમાં ફી ઘટાડવા માટે રજૂઆતો મળી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર. 2020 -21 માં 50 અરજીઓ અને વર્ષ 2021 - 21 માં 61 અરજીઓ મળી.
વિધાનસભામાં રેમડેસિવિર ઈંજેકશનનો મુદ્દો. ગેરકાયદેસર રેમડેસિવિક ઈંજેકશન મામલે કેસ. અમદાવાદમાં 56 વ્યકિતઓ પાસેથી પકડાયો જથ્થો. કોરનામાં 54 વ્યક્તિઓ સામે કોર્ટમાં કેસ દાખલ.
રાજ્યમા ઓગસ્ટ 2021 સુધી કોરોનાથી 3864 લોકોના મોત થયા હોવાનુ સરકારે ગૃહમાં જણાવ્યું. મૃતકોના પરિવારજનોને સહાય આપવા અંગે કોઈ સહાય ચુકવવાની થતી નથી. રાજ્ય સરકારનો લેખિતમાં જવાબ. જો કે સરકાર રોજના અવસાન નોંધ મુજબ ઓગસ્ટ મહિના સુધીમા 10,081 લોકોના મોત દર્શાવ્યા છે.
તાઉતે વાવઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવવાનો મામલો. શિયાળામાં હજુ પણ વીજ પુરવઠો નથી થઈ શક્યો પૂર્વવત. મરીન કેબલની મરમતના કારણે વીજ પુરવઠો પૂર્વવત નથી થઈ શક્યો. ધારાસભ્ય અંબરીશ ડેરના પ્રશ્ન પર સરકારનો જવાબ.
રાજ્યની યુનિવર્સિટી માટે લોકપાલ રાજ્ય સરકારને મળતો ન હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ભરતજી ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ સ્વીકાર કર્યો છે કે સર્ચ કમિટીની બેઠકમાં નક્કી થયા પ્રમાણે લોકપાલ માટેનો ઉમેદવાર હજુ મળતો નથી. લોકપાલ માટે પુનઃ જાહેરાત આપવામાં આવશે. આ જાહેરાત આપવાની કાર્યવાહી પ્રગતિમાં હોવાનો પણ દાવો કર્યો.
રાજ્યમાં કોરોના કાળ દરમિયાન અનાથ થયેલ બાળકોની સંખ્યા આવી સામે. કોરોનાના કારણે માતા અને પિતા બંને ગુમાવનાર બાળકોની સંખ્યા 211 છે. માતા અથવા પિતા બંનેમાંથી એક વાલી ગુમાવનાર બાળકોની સંખ્યા 10,827 છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલ પર રાજ્ય સરકારનો જવાબ.
કોરોનાની વેક્સિનનો રાજ્યમા વેસ્ટેજ જવાના આકંડા સામે આવ્યા. ચાલુ વર્ષે જુલાઈ સુધીમા 8 લાખ કરતા વધુ ડોઝ વેસ્ટ થયા. કોવિશિલ્ડના 5,13,761 ડોઝ જ્યારે કોવેક્સીનના 3,19,705 ડોઝ વેસ્ટ ગયા. સરકારને 3,19,54,590 ડોઝ મળ્યા. પુંજાભાઈ વંશના સવાલમા સરકારનો જવાબ.
અમદાવાદ શહેરમાં 31 ઓગસ્ટ 2021ની સ્થિતિએ 14 આરોગ્ય કર્મચારીઓ અધિકારીઓના મૃત્યુ થયા. 11 કર્મચારીઓ-અધિકારીઓને કોરોના વોરિયર્સ તરીકે 50 લાખ સહાય ચૂકવાઈ. અમદાવાદ શહેરમાં 1 કોરોના વોરિયરને રકમ ચૂકવવાની બાકી. ધારાસભ્ય ગ્યાસુદિન શેખના પ્રશ્ન પર સરકારનો જવાબ
ગાંધીનગર વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઈ. વિધાનસભા ગૃહમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય શાબ્દીક યુધ્ધ થયું. બિન અનામત આયોગ પર ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે પ્રશ્ન પુછતા સમયે પ્રતાપ દુધાતે કહ્યુ આનંદીબેન ગયા એમા તો... ત્યારે શાહે ઉશ્કેરાઇને દુધાતને કહ્યુ હજુ ત્યાં જ તમારે બેસવાનું છે. જેટલા વર્ષ થયા એટલુ બેસવુ પડશે. કેટલા ગયા એ તો ત્યારે જ ખબર પડશે. અનામતનો મુદ્દો તમારી પાસે નથી રહ્યો એટલે આવા મુદ્દાઓ લાવો છો. અધ્યક્ષે રાકેશ શાહને ટકોર કરતા કહ્યું, તમે માત્ર પ્રશ્ન પુછો.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ આજે સવારે 10 વાગ્યાથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાની શરૂઆત કરવામાં આવી હતી. આજે પાટનગર યોજના, નર્મદા, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનીક સંસદીય બાબતો, આરોગ્ય, માર્ગ અને મકાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. 2019-20નો કેગનો અહેવાલ રજુ થશે. વિવિધ સમિતિઓની ખાલી પડેલી જગ્યાઓ બાબતે પણ અધ્યક્ષ દ્વારા જાહેરાત થશે.
આજે ત્રણ વિધેયકો પર ચર્ચા થશે. નાણાં મંત્રી દ્વારા ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક રજૂ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સીટી વિધેયક રજૂ કરશે. ત્રણેય બિલો પ્રથમ દિવસે ચર્ચામાં ન આવી શકતા બીજા દિવસે ચર્ચા થશે. જીગ્નેશ કુમાર સેવક છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરશે. વૃક્ષારોપણ થકી ઓક્સિજન પર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવવામાં આવશે. અતારાંકિત પ્રશ્નો પણ વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -