Gujarat Assembly Session live : ઓબીસી અનામતના વિવાદને લઈને ગૃહમાં હોબાળો, વેલમાં ધસી આવેલા ધારાસભ્યો સસ્પેન્ડ

બે દિવસીય વિધાનસભા સત્રના બીજા દિવસની કામગીરી શરૂ. ટૂંકી મુદ્દત ના પ્રશ્ન થી થશે વિધાનસભા ના બીજા અને અંતિમ દિવસની શરૂઆત. બીજા દિવસે કોંગ્રેસ મોંઘવારી પર સરકારને ઘેરશે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 22 Sep 2022 03:17 PM
14 મી વિધાનસભા અનિશ્ચિત કાળ સુધી મુલત્વી રખાય

14 મી વિધાનસભા અનિશ્ચિત કાળ સુધી મુલત્વી રખાય.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Assembly Session live : બે દિવસીય વિધાનસભા સત્રના બીજા દિવસની કામગીરી શરૂ. ટૂંકી મુદ્દત ના પ્રશ્ન થી થશે વિધાનસભા ના બીજા અને અંતિમ દિવસની શરૂઆત. બીજા દિવસે કોંગ્રેસ મોંઘવારી પર સરકારને ઘેરશે. ખાદ્યતેલ ના ભાવો અંકુશ મા રાખવાના પરેશ ધાનાણીના ટૂંકી મુદ્દતના પ્રશ્ન પર થશે ચર્ચા. 
ટૂંકી મુદ્દત ના પ્રશ્ન બાદ અતારાંકિત પ્રશ્નો ની યાદી મેજ પર મુકાશે.


વિધાનસભાના મેજ પર મુકવામા આવશે વિવિધ વિભાગોના અહેવાલ . વિવિધ સમિતિઓ ના અહેવાલ પણ મેજ પર મુકાશે. વિધાનસભા ગૃહમાં ૩ વિધાયકો રજૂ થશે. ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત વિનિયોગ અધિનિયમો (રદ્દ કરવા બાબત) વિધેયક ગૃહમા રજૂ થશે . 
ધારાસભ્ય ઈંન્દ્રજિતસિંહ પરમાર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવશે . છેલ્લા દિવસના પ્રસ્તાવમા મોંઘવારીનો મુદ્દો ઉઠાવશે ધારાસભ્ય ઈંદ્રજિતસિંહ પરમાર. છેલ્લા દિવસ ના પ્રસ્તાવ બાદ ગૃહમાં અતારાંકિત પ્રશ્નો અને તેના જવાબો મુકાશે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.