વિધાનસભામાંથી કોંગ્રેસે કર્યું વોકઆઉટ, જાણો શું છે કારણ?
આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. શહેરી વિકાસ સહિતના મુદ્દે પ્રશ્નોત્તરી યોજાશે.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ વિધાનસભાના ટુંકા ચોમાસુ સત્રનો આજે પ્રથમ દિવસ છે. આજે 12 વાગ્યે સત્રની શરુઆતમા જ મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ અધ્યક્ષ તરીકે નિમાબેનની વરણીનો પ્રસ્તાવ મુકશે. બાદમા એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે,...More
ગૃહમાં વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી પૂર્ણ. જેઠાભાઈ આહીર વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ. બહુમતીના આધારે જેઠાભાઇ આહીરની વરણી થઈ.
કોરોના કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. ગૃહમાં કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહમાં શાક્ષક પક્ષની કાર્યવાહી ચાલુ બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મૃતકો ને ઉભા થઇને ૐ ના ઉદ્ગગારો સાથે શ્રધ્ધાજનલી પાઠવી. ગૃહગમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવવાની દરખાસ્ત માન્ય ન રાખતા કોંગ્રેસનું વોકઆઉટ.
વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગૃહના સ્વર્ગસ્થના આત્માને શાંતિ આપે તે માટે શોકદર્શક ઉલ્લેખ કર્યો. ગૃહના ૧૯ પૂર્વ સભ્યોના દુઃખદ અવસાનની નોંધ મુકી.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હર્ષ સંઘવીના ભાષણને લઈને ટકોર કરી. કહ્યું હર્ષ સંઘવીને પદની ગરિમાનું ભાન નથી. કોઈ ગલીકુચીમાં ભાષણ કરતા હોય તેમ હર્ષ સંઘવી ભાષણ કરી રહ્યા છે.
ગુજરાતમાંથી પકડાયેલા હેરોઇનનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો. વિરજી ઠુમરે સરકારને આરોપીને પકડવા ઉગ્રતાથી રજુઆત કરી. જોકે સરકાર તરફથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો જવાબ કહ્યું, ગૃહ વિભાગ સુરક્ષિત હાથમાં છે. એટીએસ દ્વારા ખૂબ મોટું ઓપરેશન પાર લાડયું છે. 30 કિલો જેટલું હિરોઇન પકડ્યું છે .
આ મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યો ઉભા થઇ ગયા. ગૃહ મંત્રીએ કહ્યું વિપક્ષ પોલીસની કામગીરીને બિરદાવવા ને બદલે ટીકા કરે છે. ગુજરાતમાં પકડાયેલ દ્રગ્સ અને હિરોઇન મુદ્દે ગૃહમાં હોબાળો. કોંગ્રેસનો હલાબોલ- સરકારની મીઠી નજર હેઠળ કરોડોનું દ્રગ્સ કંડલા પોર્ટ પર ઉતાર્યું છે. જેનો સરકારે જવાબો આપવા જોઇએ. સરકાર લાજવાના બદલે ગાજે છે. પોલીસને સરકારે પટાવાળા બનાવી દીધા છે. કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા.
31 જુલાઇ 2021ની સ્થિતિએ પાકિસ્તાનના કબજામાં ગુજરાતના 509 માછીમારો અને 1141 બોટ પકડાયેલ. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડના સવાલ પર સરકારનો જવાબ.
સામુહિક બળાત્કારના કેસોના આરોપીઓને પકડવામાં પોલીસની નિષ્ક્રિયતા. 2015 થી અલગ અલગ કેસોના 10 આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર. માર્ચ 2020 બાદ માત્ર એક જ આરોપી પકડી શકી પોલીસ. કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાના સવાલમા સરકારનો જવાબ.
ચાલુ વર્ષે 2021 - 22 માં મગફળી ખરીદી લાભ પાંચમથી થશે. 1લી ઓક્ટોબર નોંધણી શરૂ થશે. 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરવા માટે દરખાસ્ત કેન્દ્રમાં મુકાઈ. કૃષિ મંત્રી રાઘવજીનો ગૃહમાં જવાબ. રાજ્યમાં લાભ પાંચમ મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં કરી. લાભ પાંચમ પહેલા મગફળી આવતા છે તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. મગફળી ખરીદીમાં કૌભાંડ થયા હોવાના મામલે ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને. મગફળી ખરીદીમાં કોઈ કૌભાંડ થયું નથી. બે વર્ષ સુધીની માહિતી મારી પાસે છે. બે વર્ષ પહેલાંની માહિતી મારી પાસે નથી, તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલ કહ્યું.
ગુજરાત રાજ્યની મધ્યપ્રદેશને જોડતી સીમાઓ પર દારૂની હેરફેરી બન્યું સ્પોર્ટ. બે વર્ષમાં 2019થી 2020 વચ્ચે 17 ચેક પોસ્ટ પર 192061 વિદેશી દારુ 18769 બિયર બોટલો પકડાઇ. જેમાં 402 આરોપીઓ પકડાયા જ્યારે 62 આરોપીઓ પકડવાના બાકી. વર્ષ 2020-21 મા 19 ચેક પોસ્ટ પર 198523 વિદેશી દારૂ બોટલ અને 17720 બિયર બોટલ પકડાઇ. જેમાં 378 આરોપીઓ પકડાય જ્યારે 135 આરોપીઓ ને પકડવાના બાકી. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના સવાલ પર સરકારનો જવાબ.
અમદાવાદ શહેર જિલ્લામાં ૨૮ ટી પી સ્ક્રીમને મંજૂરી આપવામાં આવી છે. જોકે તેની સામે હજુ પણ ૧૭૮ ટીપી સ્કીમ મંજૂરી વગર પડતર પડી છે. કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે.
જામનગરના જોડિયામાં ખારા પાણીને મીઠા પાણી કરવાનો પ્રોજેકટનો કરાર રદ્દ. એસેલ ઇન્ફ્રા મુંબઇને અન્ય એક ખાનગી કંપની સાથે જોડિયા વોટર ડિસેલીનેશન લીને 17 નવેમ્બર 2018 ના રોજ અપાયો હતો. ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્ન પર સરકારનો જવાબ.
નોંધણી કરતા વધુ લોકોને સરકારે નોકરી આપી. સુરતમા રોજગાર કચેરીમાં નોંધાયેલા બેરોજગાર 17329. જ્યારે એક વર્ષમાં સરકારે 25,757 લોકોને રોજગારી આપી હોવાનો દાવો. નોંધાયેલા બેરોજગાર કરતા વધુ નોકરી કેવી રીતે આપી તે પ્રશ્ન.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1620 તડીપારના હુકમો અને 5402 પાસાના હુકમો કરવામાં આવ્યા. જે પૈકી હાઇકોર્ટે 37 તડીપાર અને 3447 પાસાના હુકમો રદ કર્યા. વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સવાલ પર સરકારનો જવાબ...
અમરેલી જિલ્લામાંથી દક્ષિણ ગુજરાત જોડતી રો રો ફેરી અને પેકસ સર્વિસ કોરોના મહામારીના કારણે વિલંબ થયો હોવાનો રાજય સરકારે સ્વીકાર કર્યો. તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું છે કે રો રો ફેરી સર્વિસ ની મુદત ૩૦-૧૧-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં ખાનગી હોટેલોને જમીન ફાળવવા મુદ્દે ગૃહમાં વિપક્ષ સરકાર આમને સામને. છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં ખાનગી હોટલોને ગૌચર અને ખરાબાની જમીન ફાળવવા મુદે સરકારનો જવાબ કહ્યું. આવી કોઈ જમીન ફાળવામાં આવી નથી. વિપક્ષે પેટા પ્રશ્નોમાં જમીન ફળવાય હોવાની કરી દલીલ. માલતીબેને ગૃહમાં કહ્યું, પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું, જેના જવાબમાં વિપક્ષે કહ્યું તો કેમ હટાવ્યા. ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને હળવો હંગામો.
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ શરૂ.
ભૂતકાળના અધ્યક્ષો દ્વારા સંભળવાયેલા નિર્ણયને આવકારું છું. પ્રશ્નો ઉભા થાય ત્યારે કોંગ્રેસ દ્વારા પુરાવા રજૂ કરાય અને સરકાર પણ મૂકે છે. પુરાવા મુકવામાં સાચા કે ખોટા તે કોઈ નિર્ણય લઈ શકતું નથી. અમે સંસદીય પ્રણાલી જાણીએ છીએ. ભૂતકાળના નિર્ણયોના કારણે કોંગ્રેસના સભ્યો દુઃખી થયા હતા. અપેક્ષા છે કે તમામ ધારાસભ્યોને એક નજરે જોવામાં આવે, તેમ શૈલેષ પરમાર, વિપક્ષ ના ઉપનેતાએ કહ્યું હતું.
પુર્વ નાયબમુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહમાં પહોંચ્યા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નિતિન કાકા આવો કહીને આવકાર્યા. નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉભા થઈને આવકાર્યા.
પરેશ ધાનાણીએ કહ્યું, મા બાળકનું સિંચન કરે એવી રીતે આપ ગૃહના તમામ ધારાસભ્યોનુ સિંચન કરશો એવી આશા. વિધાનસભામા મહિલા અને બાળ કલ્યાણ સમિતી બનાવવા ભલામણ કરી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહમાં પહોંચ્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમાં હાલ સુધી ગેરહાજર.
ગુજરાત વિધાનસભા ના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવા જઈ રહેલા નીમાબહેન આચાર્યનું વિધાનસભા પોડીયમ માં કચ્છના નાગરિકો અને મહિલાઓએ કર્યું સન્માન. કચ્છથી આવેલા નાગરિકો અને કાર્યકર આગેવાનોએ સન્માન કર્યું.
વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધરાસભ્યોનો દેખાવ. એપરન પહેરીને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલાનો દેખાવ. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ. 4 લાખની સહાય કરવાની માગણી સાથે દેખાવ કર્યા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિધાનસભા પહોંચ્યા.
વિધાનસભાના સત્ર અંગે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પુંજા વંશનું નિવેદન. બે દિવસના સત્રને બદલે પાંચ દિવસનું સત્ર કરવામાં આવે. સરકારે સત્ર લંબાવવાનો ઇનકાર કર્યો. અમે આજે પણ સત્ર લંબાવવા માંગ કરીશું. તાઉ તે વાવાઝોડું, અતિવૃષ્ટિ, ખેડૂતોના પ્રશ્નો અને કોરોનામાં સરકારની નિષફળતા મુદ્દે વ્યાપક ચર્ચા માટે બે દિવસનું સત્ર અપૂરતું. વિધાનસભામાં વિપક્ષને ઉપાધ્યક્ષ આપવાની પ્રણાલી. ભાજપે આ પ્રણાલી તોડી સંસદીય પ્રણાલીને તોડી. વિપક્ષને ઉપાધ્યક્ષ પદ આપવામાં આવે. સત્તા પક્ષ સત્તાના મદમાં સંસદીય પ્રણાલીનું હનન કરે છે.
વિધાનસભાના સત્ર અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નિવેદન. સરકાર નિષ્ફળતા છુપાવવા સત્ર ટૂંકાવી રહી છે. સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવામાં આવશે. કોરોનામાં 3 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. કોરોના મૃતક પરિવારોને પૂરતું વળતર મળે તે માંગ. અનેક સમસ્યાઓ માંથી ગુજરાત પસાર થઈ રહ્યું છે. ઉપાધ્યક્ષના પદને ભાજપે કલંકિત કર્યું.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું. ચર્ચામાંથી ભાગવાની સરકારની માનસિકતા. માત્ર બે દિવસનું સત્ર બોલાવ્યું. ગુજરાતની પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરીશું . સરકારના ભ્રષ્ટાચાર અન્યાયથી લોકો પરેશાન છે . અણઘડ વહીવટને લરને 3 લાખ લોકોના કોરોનામાં મૃત્યુ થાય. કાયદાની જોગવાઈ માઉજબ 4 લાખની સહાય મળે. ખેડૂતોના લાભ માટે સરકાર કામ કરે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે. શિક્ષિત બેરોજગરો વધ્યા છે. મહિલાઓ દલિતો પર અત્યાચારો વધી રહ્યા છે.
કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસને આપ્યો જવાબ. સરકાર નવી નથી, ભાજપની છે હતી અને રહેવાની છે, જેમણે અન્યાય કર્યો એ ન્યાય યાત્રા કાઢે છે. લોકોના કોઈ પ્રશ્નો બાકી રહ્યા નથી અને રહેવાના નથી.
કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ નિવેદન આપ્યું હતું કે, તાઉતેમાં મળતીયા ખેડૂતોને વળતર મળ્યું છે. અનેક વખત રજુઆત કરી પણ સરકાર સાંભળતી નથી. તાઉતેમાં સર્વે થયા બાદ વળતર મળ્યું નથી. ઘેડ અને ગીર સોમનાથમાં અતિવૃષ્ટિને કારણે મગફળી, મગ અને સોયાબીનના પાકને નુકસાન થયું છે. ખેતરોનું ધોવાણ થયું છે. તાત્કાલિક સર્વે કરી નવી સરકાર વળતર આપે.
વિધાનસભાના પહેલા દિવસની કાર્યવાહી પહેલા કોંગ્રેસની બેઠક શરૂ થઈ છે. વિપક્ષી નેતાના કાર્યાલયમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. સત્રના પ્રથમ દિવસે સરકારને ગૃહમાં ઘેરવાની રણનીતિની ચર્ચા થશે. કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરશે. કોરોના મહામારીથી મૃતકના પરિવારોને સહાયના મુદ્દે કોંગ્રેસ ગૃહમાં વિરોધ કરશે. વાવાઝોડા, અતિવૃષ્ટિની સહાય મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસ કરશે. વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે બેઠકમાં કોંગ્રેસે રાણીનીતિ ઘડી.
વિધાનસભાના સત્ર અંગે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિરજી ઠુમ્મરે નિવેદન આપ્યું હુતં કે, ખેડૂતો તાઉતેને કારણે ભાંગી પડ્યા છે. સરકાર માત્ર વાહવાહી કરે છે. વડાપ્રધાન ગુજરાતને અન્યાય કરે છે. 10 હજાર કરોડનો બદલે 1 હજાર કરોડ આપ્યા. તાઉતેને કારણે ખેડૂતોનો કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ ગયો. આજે મુખ્યમંત્રીને રજુઆત કરીશ. સરકાર ઉદ્યોગપતિઓની દલાલી કરે છે.
વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સરકાર પર પ્રહારો કર્યા. ગુજરાતમાં તોઉ તે અને અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિ. જામનગરમાં અતિવૃષ્ટિના સર્વે ઓફિસમાં બેસીને કાગળો બનાવવામાં આવ્યા. ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ પર સરકારનો કોઈ અંકુશ નથી. અધિકારીઓ જવાબ આપતા નથી. માનવીના મોત અને પશુઓના મોતની સહાય એક સરખી. ભાજપ કોંગ્રેસ વિના જીવી ના શકે. કોંગ્રેસ વિના મંત્રી મંડળ ચાલી ના શકે. નવા અખતરા આંકડા અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરવામાં આવ્યા.
વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટેની ચુંટણી યોજાશે. ભાજપ તરફથી જેઠાભાઈ ભરવાડ અને કોંગ્રેસથી અનિલ જોશીયારાએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ છે.
ડો. નીમાબેન આચાર્ય, વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિધાનસભા સંકુલમાં પહોંચ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિધાનસભા સંકુલમાં પોહંચી ગયા છે.