ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પહેલો દિવસ LIVE : વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ યુક્રેનમાં મૃત્યુ પામેલ ભારતીય વિધાર્થીને પણ શ્રદ્ધાંજલી આપી

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્ર પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામા કેબિનેટ બેઠક મળી હતી.  આજથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્ર અને મહત્વના બિલો પર ચર્ચા થઈ હતી.

abp asmita Last Updated: 02 Mar 2022 12:53 PM
પરેશ ધાનાણીએ પણ યુક્રેન મા મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ પાઠવી
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ યુક્રેન મા મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીને ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ દરમિયાન શ્રદ્ધાંજલિ પાઠવી
યુક્રેનમાં મૃત્યુ પામેલ એક ભારતીય વિધાર્થીને પણ વિધાનસભામા શ્રદ્ધાંજલી

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ યુક્રેનમાં મૃત્યુ પામેલ એક ભારતીય વિધાર્થીને પણ વિધાનસભામા શ્રદ્ધાંજલી આપી.

રાજ્યપાલના પ્રવચનમાં જ વિપક્ષનો વિરોધ.

વિપક્ષનો ગૃહમાં હોબાળો. ગૃહ મંત્રી રાજીનામુ આપે તેવી વિપક્ષની માંગણી. કોંગ્રેસના ધારાસભ્યો બેનરો લઈને ઉભા થઇ ગયા. રાજ્યપાલના પ્રવચન વચ્ચે જ વિપક્ષનો ગૃહમાં હોબાળો. કોંગ્રેસ પક્ષના વિધાનસભામા નારા. ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હૈ, ગોવિદ પટેલના લેટર બૉમ્બ બાદ વિપક્ષે ગોવિદભાઈને વખાણ્યા. ગોવિદભાઈને અભિનંદન ના નારાઓ વિપક્ષ દ્વારા લાગવાવામાં આવ્યા. ભાજપ તારા રાજમા ડ્રગ્સ માફિયા મોજમા. નારા કોંગ્રેસ દ્વારા લગાવાયા. રાજ્યપાલે પોતાનું ભાષણ ટૂંકાવ્યું. રાજ્યપાલ ગૃહથી રવાના થયા.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત

ચૌદમી વિધાનસભાનું દસમું સત્રની રાજ્યપાલના સંબોધનથી શરૂઆત. રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખો થશે રજૂ. વિદ્યમાન ધારાસભ્ય આશાબેન પટેલ સહિત સાત પૂર્વ ધારાસભ્યોનો શોક દર્શક ઉલ્લેખ રજૂ થયા બાદ બેઠક મુલતવી થશે. રાજ્યપાલ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા.  કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પોહોંચ્યા વિધાનસભા. વિપક્ષ નેતા સુખરામ રાઠવા તથા સિનિયર સભ્યો સાથે કરી બેઠક. બજેટ સત્ર શરૂ થયા પહેલા વિપક્ષની રણનીતિ પર કરી ચર્ચા. રાજ્યપાલને કોડન કરી ને વિધાનસભા ગૃહમાં લાવવામાં આવ્યા. વિપક્ષે કહ્યું કોડન કરી ને વિધાનસભા રાજ્યપાલને લાવવાની શુ જરૂરિયાત. રાજ્યપાલનું પ્રવચન શરૂ. રાજ્યપાલના પ્રવચનમા જ વિપક્ષનો વિરોધ.

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ

કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિધાનસભામાં અનોખો દેખાવ. અમદાવાદની બંધ ટેક્સટાઈલ મિલો અંગે દેખાવ. ખેડાવાલા એપ્રન પોસ્ટર્સ સાથે વિધાનસભા પહોંચ્યા. અમદાવાદમાં 6 મહિનામાં ત્રણ હજાર ટેક્સટાઈલ યુનિટો બંધ થયા હોવાનો દાવો. ટેક્સટાઈલ ફેકટરીઓ બંધ થવા અંગે ઇમરાન ખેડાવાલાનું નિવેદન. 



અમદાવાદમાં 3 હજારથી વધુ ટેક્સટાઈલ યુનિટો બંધ. નાના ઉદ્યોગો બંધ થતાં કારીગરો બેરોજગાર બન્યા. અમદાવાદમાં થતું કામ આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે માટે પોસ્ટર લઈ વિધાનસભા આવ્યો છું. જીપીસીબી અને તંત્રની હેરાનગતિના કારણે ફેકટરીઓ બંધ થઈ. બજેટમાં એવી યોજના આવે કે જેનાથી ઉદ્યોગો બેઠા થાય. બંધ મિલના કામદારો ડ્રગ્સ અને નશાના રવાડે ચડી ગયા છે. 

આવનારું બજેટ બધા માટે સારુ હશે

બજેટના 24 કલાક જ બાકી છે. આવનારું બજેટ બધા માટે સારુ હશે. વધારા સાથેનું બજેટ હશે. નાણાંમંત્રી કનુ દેસાઇનું નિવેદન.

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્ર પહેલા મુખ્યમંત્રીની અધ્યક્ષતામા કેબિનેટ બેઠક મળી હતી.  આજથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્ર અને મહત્વના બિલો પર ચર્ચા થઈ હતી. આગામી સમયમાં પીએમના ગુજરાત પ્રવાસ અને ડિફેન્સ એકસ્પોની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરી હતી. 


ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, વિધાનસભા સત્રના પહેલા દિવસે રાજ્યપાલનું સંબોધન થશે. સ્વર્ગસ્થ ધારાસભ્યોનો શોકદર્શક ઠરાવ રજુ થશે. શોક દર્શક ઠરાવ બાદ કામકાજ મુલતવી રખાય તેવી શક્યતા છે. વિપક્ષ તરફથી હકારાત્મક સહયોગ મળે તેવી અપેક્ષા છે. વિપક્ષ કોઈ વરવું પ્રદર્શન ન કરે તેવી મારી અપીલ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.