Gujarat Assembly Session Live: વિધાનસભામાં રજૂ કરાયું ઈમ્પેક્ટ ફી બિલ
Gujarat Assembly Session: વિધાનસભામાં શોકઠરાવ રજૂ થયા બાદ ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે રાજ્ય સરકાર વિધેયક રજુ કરશે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 20 Dec 2022 04:06 PM
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Assembly Session Live: 15મી વિધાનસભાનું આજે એક દિવસીય ટુંકુ સત્ર મળવા જઈ રહ્યું છે.. જેમાં આજે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપ હાઈકમાન્ડે...More
Gujarat Assembly Session Live: 15મી વિધાનસભાનું આજે એક દિવસીય ટુંકુ સત્ર મળવા જઈ રહ્યું છે.. જેમાં આજે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપ હાઈકમાન્ડે શંકર ચૌધરી તો ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની પસંદગી કરી છે.. મુખ્યમંત્રી અધ્યક્ષના નામ સાથે પ્રસ્તાવ રજૂ કરશે.. જ્યારે મંત્રી કનુભાઈ દેસાઈ ઉપાધ્યક્ષના નામ સાથે પ્રસ્તાવ રજૂ કરશે.. બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે.. અને પછી રાજ્યપાલના સંબોધનના આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે.. અને ત્યાર બાદ શોક ઠરાવ રજુ કરાશે.. વિધાનસભામાં શોકઠરાવ રજૂ થયા બાદ ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે રાજ્ય સરકાર વિધેયક રજુ કરશે.. ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબક વિધેયક 2022ને ગૃહમાં રજુ કરવામાં આવશે. જેના પર ચર્ચાના અંતે મંજૂરીની મહોર મારવામાં આવશે.. આ વિધેયકનો ઉદ્દેશ રાજ્યના શહેરી વિસ્તારના વિકાસની સાથે સાથે મોટી સંખ્યામાં મંજૂરી વગર મકાનો બાંધવામાં આવ્યા છે.. અથવા મંજૂરી આપવામાં આવી હોય ત્યાં વિકાસ અને નિયંત્રણ વિનિયમોનું ઉલ્લંઘન કરીને બાંધકામ કરવામાં આવેલુ છે.. આવા મકાનોના માલિકો અને કબજેદારને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ અથવા નગરપાલિકા અધિનિયમ કે ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ મકાનો દુર કરવા તોડી પાડવા અથવા ફેરફાર કરવા ફરમાવતી નોટિસો આપવામાં આવી છે.. તેમ છતા માલિકો નોટિસનું પાલન કરવા નિષ્ફળ ગયા હોવાથી સરકારે આવા મકાનો અને બાંધકામો કાયદેસર કરવા માટે ઈમ્પેક્ટ ફીનો વટહુકમ બહાર પાડ્યો હતો.
બિનઅનિધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે કેટલી ફી ચૂકવવી પડશે?
- 50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે રૂ. 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 50થી 100 ચો. મીટર સુધી રૂ. 3000 + 3000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 100થી 200 ચો.મી. માટે રૂ. 6000 + 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 200 ચો.મી. થી 300 ચો.મી. માટે રૂ. 12,000+ 6000 ચો.મી. દીઠ ચૂકવવા પડશે
- 300 ચો.મી. વધુ 18,000 વત્તા વધારાના માટે રૂ.150 રૂપિયા દર ચોરસ મીટર