ગાંધીનગરઃ મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ રદ કર્યું છે. આ અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકારોને સંબોધતા માહિતી આપી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા દિવસ પહેલા જાતિનું પ્રમાણપત્ર રદ કર્યું હતું.




આ અંગે ભુપેન્દ્ર ખાંટ સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. જેમાં તેમણે આ અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે, તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટની અરજી હાઈકોર્ટે ફગાવી, જુઓ વીડિયો

ભુપેન્દ્ર ખાંટની અરજી ફગાવતા મોરવાહડફ બેઠકને ખાલી જાહેર કરવી હોય તો ચૂંટણીપંચ આ અંગે નિર્ણય લઈ શકે છે, તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.