ગાંધીનગરઃ આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપ અને કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપે પણ કમર કસી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લા પ્રભારી-સહપ્રભારીઓને આદેશ આપ્યો છે.
પાટીલ દ્વારા જિલ્લા વાઇઝ નિયુક્ત કરાયેલ પ્રભારી અને સહ પ્રભારીઓને પોતાના જવાબદાર જીલ્લામાં ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવવા આદેશ આપવામાં આવ્યો છે. આગામી 18,19,20 ડિસેમ્બરે તમામ જીલ્લાનાં પ્રભારી અને સહ પ્રભારીઓને પોતાના જિલ્લામા જવા પ્રદેશ ભાજપે આદેશ આપ્યો છે.
ભાજપે દરેક જીલામા બે બે પ્રતિનિધિઓની નિયુક્તિ કરી છે. પ્રભારી અને સહ પ્રભારી જિલ્લામાં ફિલ્ડ વિઝીટ કર્યા બાદ પ્રદેશમાં સાપ્તાહિક રિપોર્ટ સોંપશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પ્રભારીઓને શું આપ્યો આદેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Dec 2020 04:07 PM (IST)
પાટીલ દ્વારા જિલ્લા વાઇઝ નિયુક્ત કરાયેલ પ્રભારી અને સહ પ્રભારીઓને પોતાના જવાબદાર જીલ્લામાં ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવવા આદેશ આપવામાં આવ્યો છે. આગામી 18,19,20 ડિસેમ્બરે તમામ જીલ્લાનાં પ્રભારી અને સહ પ્રભારીઓને પોતાના જિલ્લામા જવા પ્રદેશ ભાજપે આદેશ આપ્યો છે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -