આ વેબિનારમાં ભાજપમાં કોંગ્રેસના પ્રવેશ ઉત્સવ પર નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નિવેદન આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોને કે નેતાઓને ભાજપમાં લેવાથી જ ભાજપ જીતે છે એવી માન્યતા તોડવી જરૂરી છે અને ભાજપના કાર્યકરોએ એવી સ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી જોઈએ કે કોંગ્રેસના કાર્યકરોને ભાજપ જોડવા પડે. ભાજપના કાર્યકરોએ ગાંઠ બાંધવી જોઈએ કે, જીત મેળવવા માટે કોઈની લાચારી ન અનુભવવી જોઇએ અને કોઈને લાવવાની જરૂરિયાત ઉભી ન થવી જોઈએ.
સી.આર. પાટિલે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, કોંગ્રેસના ભરોસે ચૂંટણી જીતવાના બદલે ભાજપે પોતાની તાકાત પર જ ચૂંટણી જીતવી જોઈએ. પાટિલના આ નિવેદનને આડકતરી રીતે કોંગ્રેસના નેતાઓ માટે ભાજપના દરવાજા બધ કરી દેવાના સંકેત તરીકે જોવામાં આવે છે.