Hardik Patel In BJP: ગુજરાતના પાટીદાર યુવા નેતા અને ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ (Hardik Patel) આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયો છે. હાર્દિક પટેલે ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP) માં બીજેપીને દિગ્ગજ નેતાઓની હાજરીમાં કેસરિયો ખેસ પહેરી લીધો હતો.
હાર્દિકને બીજેપીમાં સામેલ કરવાનુ વિધિવત આયોજન બીજેપીના ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયુ હતુ, અહીં હાર્દિકે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં બીજેપીને ખેસ પહેરી લીધો હતો, પરંતુ આ દરમિયાન એક ઘટનાએ બધાનુ ધ્યાન ખેંચ્યુ, ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યક્રમમાં હાર્દિકને 10 મિનીટ રાહ જોવડાવી હતી, એટલુ જ નહીં હાર્દિકને બીજેપીમાં સામેલ કરવાનો મોટો કાર્યક્રમ હોવા છતાં તે માત્ર 1 મિનીટમાં તમામ કાર્યક્રમ આટોપીને રવાના થઇ ગયા હતા. આ પ્રસંગે હાર્દિક પટેલે દાવો કર્યો છે કે તે આગામી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યોને પણ બીજેપીમાં ખેંચી લાવશે.
બીજેપીમાં સામેલ થતાંની સાથે જ હાર્દિકે સમાજ હિત, દેશ હિતમાં મોદીજીની સાથે નાનો સિપાહી બનીને કામ કરવાની વાત કહી હતી. હાર્દિકે કહ્યું કે પીએમ મોદી વિશ્વ ગૌરવ છે, પાટીદાર નેતાએ કહ્યું કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત તથા સમાજહિતના આ ભગીરથ કાર્યમાં આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રાષ્ટ્ર સેવાનુ કામ ચાલી રહ્યું છે, તેમાં નાનો સિપાહી બનીને કામ કરવા માટે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છું.
સવારે પણ કર્યુ હતુ ટ્વીટ -
પાર્ટીમાં સામેલ થયા પહેલા આજે હાર્દિકે એક ટ્વીટ કર્યુ હતુ. તેને ટ્વીટમાં કહ્યું હતુ કે, રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાહી બનીને કામ કરીશ.
હાર્દિક પટેલે કહ્યું હતુ કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત, તથા સમાજહિતની ભાવનાઓની સાથે આજે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઇ રહ્યો છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.
હાર્દિક પટેલ એવા સમયે પાર્ટીમાં સામલે થઇ રહ્યો છે. જ્યારે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી થવાની છે. બીજેપી છેલ્લા બે દાયકાઓથી વધુ સમયથી રાજ્યમાં સત્તામાં છે. 28 વર્ષીય હાર્દિક પટેલે વર્ષ 2015માં પાટીદાર સમુદાય માટે અનામતની માંગને લઇને હિંસક આંદોલનનુ નેતૃત્વ કર્યુ હતુ. એક સમયે બીજેપીને કટ્ટર આલોચક રહેલા પટેલની વિરુદ્ધ ગુજરાતની તાત્કાલિન સરકારે રાજદ્રોહ સહિતના કેટલાય આરોપોમાં કેસ નોંધાવ્યો હતો.