ગાંધીનગરઃ આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે આઠ વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકશે. નોંધનીય છે કે ધોરણ-10 બોર્ડની પરિક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા.


ધોરણ-10માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ અને 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી. નોંધનીય છે કે  ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ માટે કુલ 137 ઝોનમાં 1607 કેન્દ્રો કે જેમાં 5874 બિલ્ડિંગનો સમાવેશ કરાયો હતો. બંન્નેની આ પરીક્ષાઓમાં કુલ 135 જેટલા વિષયોની પરીક્ષાઓ લેવાઇ હતી.