ગાંધીનગરઃ આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વર્ષ 2019-20નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. નીતિન પટેલ દ્વારા બજેટમાં વહાલી દીકરી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે 133 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.




વહાલી દીકરી યોજના અંતર્ગત 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય અપાશે. જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. સરકાર દ્વારા આનાથી શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ ઘટશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આનાથી કન્યા કેળવણીને વેગ મળવાની અને ભ્રુણ હત્યા અટકાવવામાં મદદ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.