Gujarat Budget 2023: નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતાં 57035 કરોડનો વધારો આ બજેટમાં કરાયો છે.  ગુજરાત ચૂંટણી વખતે ઢંઢેરામાં કરવામાં આવેલી જાહેરાત મુજબ આયુષ્માન કાર્ડની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આયુષ્માન હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે 270 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


બજેટ હાઈલાઈટ્સ


વિકાસયાત્રાના પાંચ સ્તંભ પર સરકાર આગળ વધી રહી છે


ગરીબ અને સામાજિક વર્ગને સુવિધા અને સુરક્ષા આપવાનો અમારો પ્રથમ સ્તંભ છે









ત્રણ લાખ એક હજાર કરોડનું બજેટ


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ. 5580 કરોડની જોગવાઈ


ગુજરાત સરકારના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19 હજાર 685 કરોડની જોગવાઇ


આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 3410 કરોડની જોગવાઈ


ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8 હજાર 738 કરોડ રૂપિયાની જોગવાઇ


મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત


મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત


શ્રમિક પરિવારની કામના સ્થળથી નજીક પાયાની સવલતો સાથેની રહેણાંકની વ્યવસ્થા, શ્રમિકો ને  પાંચ રૂપિયાના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારશે, નવા 150 કેન્દ્રો શરૂ કરાશે


સામાજિક સુરક્ષાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કુટુંબ ઓળખપત્ર અપાશે


સામાજિક સુરક્ષાની વિવિધ યોજનાઓને વધુ સઘન બનાવવા આગામી પાંચ વર્ષમાં  બે લાખ કરોડના ખર્ચનું આયોજન


રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના માટે 58 કરોડની જોગવાઈ


મનો દિવ્યાંગ વ્યક્તિઓની આર્થિક સહાય આપવાની યોજના હેઠળ 60 કરોડની જોગવાઈ


દિવ્યાંગજનોને સાધન સહાય, એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડની જોગવાઈ


પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા 73 કરોડની જોગવાઈ


સંકટ મોચન યોજના હેઠળ કુટુંબામા મોભીના અવસાનથી કુટુંબને સહાય માટે 20 કરોડની જોગવાઈ


અનુસૂચિત જાતિ માટે ડો. સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય માટે 20 કરોડની જોગવાઈ


અનુસૂચિત જાતિ અને વિકસતિ જાનિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ


દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ સાત કરોડની જોગવાઈ


સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ


આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના હેઠળ 222 કરોડની જોગવાઈ


વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા આઠ કરોડની જોગવાઈ


છોટા ઉદેપુર, મોરબી અને ગીર સોમનાથમાં ડો. આંબેડકર ભવન માટે 5 કરોડની જોગવાઈ


10 લાખ વિકસતિ જાતિના વિદ્યાર્થીઓને 4 થી 20 હજાર સુધીની શિષ્યવૃતિ અફાશે


અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના ધો.1 થી 10ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 376 કરોડની જોગવાઈ