ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરના રોજ 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ 8 વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ ભાજપના લઘુમતી મોરચાને જવાબદારી આપવામાં આવી છે. ભાજપના લઘુમતી મોરચાના હોદેદારોને આઠ બેઠકો માટે ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.


ડાંગ બેઠક પર આસીફભાઈ બરોડાવાલા(પ્રદેશ મંત્રી)ને ઇન્ચાર્જ અને મુનાફભાઈ માસ્તરને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. વલસાડની કપરાડા બેઠક પર સાકીરભાઈ પટેલને ઇન્ચાર્જ અને સમીરભાઈ મેમણને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. વડોદરાની કરજણ બેઠક પર હનીફભાઈ પટેલને ઇન્ચાર્જ અને મોહમદભાઈ સીંધીને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે.

કચ્છની અબડાસા બેઠક પર મોહમદઅલી કાદરીને ઇન્ચાર્જ અને અલીમોહમદભાઈ જતને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. મોરબી બેઠક પર આસીફભાઈ સલોતને ઇન્ચાર્જ અને હનીભાઈ હુસેન મોર(ન.પા. કાઉન્સિલર)ને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે.

આ ઉપરાંત અમરેલીની ધારી બેઠક પર જીસાનભાઈ નકવીને ઇન્ચાર્જ અને સાજીદભાઈ પઠાણને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. બોટાદની ગઢડા બેઠક પર ઈરફાનભાઈ ખીમાણી(પ્રદેશ મહામંત્રી)ને ઇન્ચાર્જ અને આસીફભાઈ ગાજાને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે. જ્યારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર યુનુસભાઈ તલાટને ઇન્ચાર્જ અને યુસુફભાઈ વારૈયાને સહ-ઇન્ચાર્જ બનાવાયા છે.