ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. ત્યારે તમામ આઠ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે અબડાસા બેઠક પર મતગણતરી પૂરી થાય તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ હાર સ્વીકારી લીધી છે. મતગણતરીની અધવચ્ચે હાર સ્વીકારી લીધી છે. એબીપી અસ્મિતા પર હાર સ્વીકારી છે. તેમણે સ્વીકાર્યું હતું કે, આટલી લીડ કાપવી અશક્ય છે. મારી હારની શક્યતા વધારે છે.


અબડાસા બેઠકની વાત કરીએ તો 15 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારના પ્રદ્યુમનસિંહ જાડેજા 17,312 મતે આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહને 27,308 મત અને કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 12,213 મત મળ્યા છે.

આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર નડી ગયા છે. પડિયાર હનીફ જકાબને 12,146 મત મળ્યા છે. જે આંકડો ખૂબ જ મોટો છે. આ સિવાય બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર અકુબ અચારભાઈ મુટવા 1583 મત લઈ ગયા છે.