Gujarat By Poll Result: કૉંંગ્રેસનો સફાયો, વિધાનસભાની તમામ 8 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય

વિધાનસભાની આઠ બેઠક પર પેટાચૂંટણીમાં ભાજપે તમામ સીટ પર જીત મેળવી લીધી છે. કૉંગ્રેસેને હારનો સામનો કરવો પડ્યો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 10 Nov 2020 07:58 PM

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકો માટેની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. અત્યારે પોસ્ટલ મતની ગણતરી થઈ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જીતનો દાવો કરાઈ રહ્યો છે....More


રાજયની આઠ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો તમામ 8 બેઠક પર ભવ્ય વિજય થયો છે. તો કૉંગ્રેસના સૂપડા સાફ થયા. પેટા ચૂંટણીમાં ભાજપ માટે વકરો એટલા નફાની સ્થિતિ હતી. એવામાં ભાજપ 100 ટકા નફો કરવામા સફળ રહી. તો કૉંગ્રેસ એક પણ બેઠક જાળવી ના શકી. તમામ આઠ બેઠક પર ભાજપની જીત થતા જ ભાજપના કાર્યકર્તાઓમાં દિવાળી પહેલા જ દિવાળી જેવો માહોલ સર્જાયો.