ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હજુ સત્રની શરૂઆત થઈ છે, હજુ સમય કેવો આવે છે તેનાં આઘારે નિર્ણય લઈશું. શાળા સંચાલકો માંગણી કરે છે પણ તેઓ 75 ટકા ફી તો લે જ છે, જેથી તેમની માફી મુદ્દે કોઈ વિચારણા નથી. એફઆરસી નજીકનાં સમયમાં જ ફી સ્ટ્રક્ચર નક્કી કરશે.


તેમણે જણાવ્યું હતું કે,  ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ સેન્ટર ઉભુ કરાયું છે. ગુજરાતની 54 હજાર શાળાને આ સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે. સૌથી પહેલું રાજય ગુજરાત ભારતમાં બનશે જે ને આ પ્રકાર ની વ્યવસ્થાઓ ઊભી કરી છે. બજેટનો સૌથી વધુ હિસ્સો શિક્ષણમાં આપીએ છીએ. 


બીજી લહેરને આપણે કંટ્રોલ કરી લીધો છે. એનો અર્થ એ નથી કે કોરોના ખતમ થયો. સંપુર્ણ લોકડાઉન વગર જ આપણે કોરોનાને કન્ટ્રોલ કર્યો છે. હવે જવાબદારી પ્રજાની બને છે કે સાવધાની રાખીયે. રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું.


તેમણે જણાવ્યું હતું કે, ભાજપની 15 મીએ બેઠક નિયત બેઠક છે, જેમાં કોરોનામા થયેલી કામગીરી, થર્ડ વેવની તૈયારીઓ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 36 મી ઓલોમ્પિક ભારતમાં થશે તો કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે ગુજરાત સરકાર તૈયારી કરી રહી છે. અમદાવાદમાં વ્યવસ્થાઓ ઉભી કરવા તૈયારી કરી રહ્યા છે. રમતગમત કક્ષાએ અમદાવાદ ગુજરાત મેજબાન બનશે ગુજરાત માટે ગૌરવ.

ધો.૧૦ના વિદ્યાર્થીઓના LCમાં હવે માસ પ્રમોશન નહી લખાય પણ આ શબ્દ લખાશે, જાણો વિગતે


ધોરણ ૧૦માં માસ પ્રમોશન આપવામા આવ્યુ છે. ત્યારે સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં એલ.સીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ હતુ પરંતુ ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય બદલ્યો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સીમાં હવે માસ પ્રમોશન નહી લખાય અને તેના બદલે માત્ર માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવા શબ્દો લખાશે.


કોરોનાને પગલે ધો.૧૦ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે રેગ્યુલર ૮ લાખ ૩૭ હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે. માસ પ્રમોશનમાં માર્કસની ગણતરી અને પરિણામની પદ્ધતિ માટેના નિયમો સાથેની પોલીસી જાહેર કરતા બોર્ડે ગઈ ત્રીજી જુને જાહેર કરેલા નિયમોમાં એલસી આપતા રીમાર્કસના ખાનામાં ધોરણ ૧૦ની પરીક્ષા માસ પ્રમોશનથી જાહેર થયેલ છે તેમ લખવાનું રહેશે તેવી સૂચના આપી હતી.


ધો.૧૦ બાદ વિદ્યાર્થી તે જ સ્કૂલમાં ધો.૧૧મા જાય તો પણ નિયમ મુજબ એલસી આપવાનું રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એલસી આપવાનું થતુ હોય એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લખ થાય તો મુશ્કેલી થાય તેમ છે. આ મુદ્દે ભારે વિવાદ થતા અને માસ પ્રમોશનના ઉલ્લેખથી વિદ્યાર્થીને નુકશાન થતુ હોવાનું હવે સરકારને ધ્યાને આવતા શિક્ષણવિદોના સૂચનો બાદ હવે સસરકારે નિર્ણય બદલ્યો છે.


સરકારની મંજૂરીથી બોર્ડે આ મુદ્દે તમામ ડીઈઓને નવો પરિપત્ર કરી ખાસ સૂચના આપી છે કે હવે  લિવિંગ સર્ટિફિકેટ-એલ.સીમાં રીમાર્કસના ખાનામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવુ દર્શાવવાનું રહેશે. જ્યારે શાળા છોડયાના પ્રમાણપત્રમાં શાળા છોડયાની તારીખ ૩૧-૫-૨૦૨૧ દર્શાવવાની રહેશે.