ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા 26 IASની બઢતી સાથે બદલીના આદેશ કરાયા હતા. ગુજરાત સરકારે કરેલી બદલીમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ કે દાસ સહિતના અધિકારીઓના નામ સામેલ છે. ઉપરાંત મહેસાણાના કલેક્ટર એચ કે પટેલને પ્રમોશન અપાયા બાદ હવે તેમને અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપાઇ છે.

નાણાં વિભાગના સચિવ રૂપવંત સિંઘને ખાણ ખનીજ વિભાગની જવાબદારી સોંપાઇ છે.  વડોદરા મ્યુનિ કમિશન્ટ સ્વરૂપ પીને કમિશનર લેન્ડ રીફોર્મ્સ તરીકે મુકવામાં આવ્યા છે.  રૂપવંત સિંઘને GMDCના એમડી તરીકે વધારાનો હવાલો સોંપાયો છે. સુરત મ્યુનિ કમિશનર બંછાનિધિ પાનીને બઢતી અપાઈ છે. મહિલા અને બાળ વિકાસ ના કમિશનર મનીષા ચંદ્રાને સચિવ નાણાં વિભાગમાં બદલી કરાઇ છે. હર્ષદ પટેલને પણ અપાઈ બઢતી સાથે બદલી, સચિવ શ્રમ અને રોજગાર તરીકે બદલી તો રાહત કમિશનર તરીકે અપાઈ વધારા ની જવાબદારી, અગાઉ રાહત કમિશનર તરીકે સંપૂર્ણ જવાબદારી  અપાઈ હતી.

મહિલા અને બાળ વિકાસના કમિશનર મનીષા ચંદ્રાને સચિવ નાણાં વિભાગમાં બદલી કરાઈ છે. વડોદરા મ્યુનિ કમિશન્ટ સ્વરૂપ પીને કમિશનર લેન્ડ રીફોર્મ્સ તરીકે મુકવામાં આવ્યા છે.

અધિકારીનું નામ બદલીનું સ્થળ પહેલાનો હોદ્દો
પંકજ કુમાર ACS, ગૃહ ACS, મહેસૂલ
વિપુલ મિત્રા ACS, પંચાયત ACS, શ્રમ-રોજગાર
ડો.રાજીવ ગુપ્તા ACS, ઉદ્યોગ ACS, વન-પર્યાવરણ
એ.કે. રાકેશ ACS, GAD ACS, પંચાયત
સુનયના તોમર ACS, સામાજિક ન્યાય અને અધિકારીતા ACS, ઉર્જા
કમલ દયાણી ACS, મહેસૂલ ACS, સામાન્ય વહીવટ
મનોજકુમાર દાસ ACS, બંદરો અને ટ્રાન્સપોર્ટ ACS, ઉદ્યોગ
મનોજ અગ્રવાલ ACS, આરોગ્ય ACS, સામાજિક ન્યાય અને અધિકારીતા
અરુણકુમાર સોલંકી ACS, વન-પર્યાવરણ MD, જીએમડીસી
મમતા વર્મા PS, ઉર્જા તથા નર્મદા PS,પ્રવાસન
સોનલ મિશ્રા ગ્રામ વિકાસ કમિશનર સચિવ, નર્મદા
રમેશ ચંદ મીણા ડિરેક્ટર જનરલ, સ્પીપા કમિશનર, જમીન સુધારણા
હારિત શુક્લા સચિવ, પ્રવાસન સચિવ, વિજ્ઞાન અને તકનીકી
વિજય નહેરા સચિવ, વિજ્ઞાન અને તકનીકી ગ્રામ વિકાસ કમિશનર
રૂપવંત સિંઘ કમિશનર, જીઓલોજી તથા GMDCના MD સચિવ, નાણાં(ખર્ચ)
પી સ્વરૂપ કમિશનર, જમીન સુધારણા મ્યુનિ.કમિશનર, વડોદરા
મનીષા ચંદ્રા સચિવ, નાણાં(ખર્ચ) સચિવ, મહિલા અને બાળ કલ્યાણ
જયપ્રકાશ શિવહરે પે સ્કેલના વધારા સાથે આરોગ્ય કમિશ્નર પદે યથાવત્