આજથી વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષના પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન કરી વિધિવત પૂજા-અર્ચના કરી હતી. આ સાથે જ તેમણે નવા વર્ષની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

Continues below advertisement

ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરીને મુખ્યમંત્રીએ નવા વર્ષની કરી શરૂઆત

Continues below advertisement

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના શુભ અવસરે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનના દર્શન અને વિધિવત પૂજા-અર્ચના કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. આ પાવન પ્રસંગે મંદિરે દર્શન કર્યા બાદ તેઓ અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે પણ જશે અને ત્યાં પણ પૂજા-અર્ચના કરી રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરશે. નૂતન વર્ષની શરૂઆતમાં મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને નવા વર્ષની સાદર શુભકામનાઓ પાઠવતાં સૌનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેમજ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી કામના કરી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' અને 'નશામુક્ત ભારત'ના સંકલ્પને બળ આપતાં આહ્વાન કર્યું હતું કે, આપણે સૌ પણ 'વિકસિત ગુજરાત' અને 'નશામુક્ત ગુજરાત'ના દ્રઢ સંકલ્પ સાથે આગળ વધીએ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં પોતાનું યોગદાન આપીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાઠવી નૂતન વર્ષની શુભેચ્છાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સહિત દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. નવું વર્ષ દરેક માટે સુખાકારી અને નવી આશાઓ લઈને આવે તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી. વડાપ્રધાને કહ્યું કે સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. નવું વર્ષ તમામ માટે સુખાકારીની નવી આશાઓ લઈને આવે.