ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રીએ તરભ વાળીનાથની મુલાકાતે ગયા હતા. આ સમયે તેમણે કહ્યું કે, રબારી સમાજના અમદાવાદના રબારી સમાજના ઘણા મિત્રો છે. સમાજના જે કામ હોય તે લાવો, અમે કામ કરવા તતપર છીએ. બાકી સાચું ખોટું નક્કી અમારે કરવાનું છે. ખોટું કામ હશે એ નથી થવાનું. રબારી સમાજે આજે ખૂબ પ્રગતિ કરી છે. રબારી સમાજ સાથે સરકાર કાયમ સાથે રહ્યો છે. સમાજના કામ કરવા એ અમારી ફરજ છે. તમારે જે કામ પડે એ કરાવો.


અમે સાચું ખોટું અમે જોઈ લઈશું. ખોટું કામ કરવાનું થતું નથી. પણ તમારે ગભરાવાની જરૂર નથી. તમે લિસ્ટ બનાવો કેટલું કામ જોઈએ છે. પણ પર્સનલ કામ નહીં સમાજનું કામ હો. તમારા બધા વડીલો સાથે મારે મળવાનું થયું હશે. મારો સમાજ સાથે નાતો છે. ઝગડો થાય અને કેવી રીતે વાણિયા થઈને ધીમી રીતે પૂરું કરી દેવું એ રબારી સમાજ પાસે શીખવા જેવુ છે.


વિજાપુરના હિરપુરામાં હળવી શૈલીમાં મુખ્યમંત્રીએ સ્પીચની શરુઆત કરી હતી. લોકોને પૂછ્યું કેટલા વાગ્યાના બેઠા છો. મુખ્યમંત્રીએ કહ્યું મારે ઓછું જ બોલવું છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી જે કેડી કંડારી છે તે કેડી પર કુટુંબ ભાવથી ચાલતી પાર્ટી. અનેક કામ પહેલા પૂર્વ મુખ્યમંત્રીએ કર્યા છે. બાકી રહેલા કામો અમે પુરા કરીશું. ખેડૂતો અમારી પ્રાથમિકતા છે અને રહેવાની. ખેતીની વાત માં આત્મનિર્ભર ભારત અને એમાંય પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે. મહેસાણા જિલ્લાના હિરપુર ખાતે આજે બેરેજ યોજના સહિત અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત આજે થયા. 


તેમણે કહ્યું કે, શહેરમાં રહેતા લોકોને ખેતી વિશે માહિતી હોવી જોઈએ. આ યુરિયા થકી થતી ખેતી ઝેર સમાન છે.આજે પ્રાકૃતિક ખેતી ની જરૂર છે. ભવિષ્ય સુધારવા પ્રાકૃતિક ખેતી જરૂરી. આઝાદી ના અમૃત મહોત્સવ 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.  જેમાં સ્વચ્છતા વીજળી શૌચાલય સહિત ના મુદાઓ પર પ્રાથમિકતા આપવામાં આવે છે. અમારી નવી સરકાર કામો કરવા તૈયાર છે. લોકોને ધક્કા ના ખાવા પડે તેવું કામ અમારી સરકાર કરશે. કલેક્ટરને મંચ પરથી મુખ્યમંત્રીએ ટકોર કરી. લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવું જરૂરી. કોઈ વિકાસના કામો અધૂરા નહિ રહે. આ બેરેજ યોજના તૈયાર થવાથી આસપાસના વિસ્તારના બન્ને જિલ્લા મહેસાણા અને સાબરકાંઠાને થશે.