Gujarat Corona Update :  ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં ગઈકાલે 3 જુલાઈએ ઘટાડો થયો હતો, તો આજે 4 જુલાઈએ બીજા દિવસે પણ નવા કેસોમાં ઘટાડો થયો છે. રાજ્યમાં 30 જૂને 547 નવા કેસ, 1 જુલાઈએ  632 કેસ, 2 જુલાઈએ  580 નવા કેસ નોંધાયા બાદ ગઈકાલે  3 જુલાઈએ નવા કેસ ઘટીને 456 નોંધાયા હતા. જયારે આજે 4 જુલાઈએ રાજ્યમાં  કોરોના વાયરસના નવા 419 કેસ નોંધાયા છે. 


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા 
રાજ્યમાં આજે નોંધાયેલા 419 કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 150,  સુરત શહેરમાં 87, વડોદરા શહેરમાં 29, મહેસાણામાં 19, ભાવનગર શહેરમાં 16, મોરબીમાં 12, વડોદરા જિલ્લો અને વલસાડમાં 11-11અને અને ગાંધીનગર શહેરમાં 10  કેસો નોંધાયા છે. અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં નોંધાયા છે. 


454 દર્દીઓ સજા થયા, એક્ટિવ કેસ 3548 થયા 
રાજ્યમાં આજે 4 જુલાઈએ  કોરોનાથી મુક્ત થઇને 454 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,19,657 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ ઘટીને  3512 થયા છે, જેમાં 1 દર્દી  વેન્ટિલેટર પર છે, જયારે 3511 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે મહેસાણામાં એક દર્દીનું મૃત્યુ થયાના સમાચાર છે. જેના કારણે મૃત્યુઆંક 1 વધીને 10,948 થયો છે. 


દેશમાં એક્ટિવ કેસ 1.13 લાખને પાર
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં સતતત ચોથા દિવસે 16 હજારતી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા  હતા. જ્યારે 13,929 સંક્રમિતો સાજા થયા હતા.  એક્ટિવ કેસ 1.13 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.85 ટકા છે.  રવિવારે 16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા  હતા. શનિવારે 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા હતા.


દેશમાં એક્ટિવ કેસ 1,13,864 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,223  થયો છે. અત્યાર સુધીમાં 4,28,79,477 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 197,98,21,197 થયો છે, જેમાંથી ગઈકાલે 1,78,383 ડોઝ આપવામાં આવ્યા હતા.