ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ કાળો (Gujarat Corona Cases) કહેર મચાવ્યો છે. કોરોનાથી બચવા અનેક શહેરો, ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) નાંખ્યું છે. આ દરમિયાન નીતિન પટેલના (Nitin Patel) અધિક અંગત સચિવ આઈ.એમ.પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ તેઓને ગંભીર લક્ષણો ન હોવાથી હોમ આઇસોલેશનમાં છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી.
રૂપાણી સરકારમાં (Rupani Governent) મહેસૂલ મંત્રી કૌશિક પટેલના (Kaushik Patel) અધિક અંગત સચિવ આત્મારામ પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી અને ગઈકાલે તેઓનું દુઃખદ અવસાન થયું છે. અગાઉ પણ અનેક સરકારી બાબુઓ કોરોનાના ભરડામાં આવી ગયા છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા હતા તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,93,538 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 16,22,998 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,07,16,536 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 21 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
21 એપ્રિલ | 12553 | 125 |
20 એપ્રિલ | 12206 | 121 |
19 એપ્રિલ | 11403 | 117 |
18 એપ્રિલ | 10340 | 110 |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
1,33,087 |
1221 |