ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ ફરીવાર ઉથલો માર્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે, ત્યારે ભાજપના વધુ બે ધારાસભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. કચ્છમાં અબડાસાના ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા (Pradhyumansinh Jadeja)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તબિયત લથડતા ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ભુજ જી.કે જનરલ હોસ્પિટલમાં કોરોના રીપોર્ટ કરાવ્યો હતો. આ સિવાય આજે અમદાવાદમાં મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલ (Suresh Patel) કોરોના સંક્રમિત થયા છે. લક્ષણ હળવા હોવાથી હાલ હોમ આઇસોલેશનમાં છે.
ગઈ કાલે ગુજરાતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasma) ઉપરાંત ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. આ પછી પાટીદાર નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો 6 વર્ષનો પૌત્ર અને 90 વર્ષના માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ, તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ભૂપેદ્રસિંહ ચુડાસમા કોરોનાં પોઝીટીવ આવ્યા છે. કેબિનેટ મંત્રીને કોરોના થતાં તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. તબિયત સારી હોવાની વાત સામે આવી છે. મંત્રી ઉપરાંત વડોદરાના ભાજપ ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધારાસભ્ય મનીષાબેન વકીલે ફેસબુક પર પોસ્ટ કરી માહિતી આપી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તબિયત નાદુરસ્ત હતી. મનીષાબેન વકીલે (Manisha Vakil) સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મનીષાબેન વકીલ ઘરે ક્વોરોન્ટાઈન થયા છે.
આ ઉપરાંત ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. ધારાસભ્ય કુબેર ડિંડોર (Kuber Dindor) કોરોના સંક્રમિત થયા છે. કુબેર ડિંડોર સંતરામપુરના ધારાસભ્ય છે. આ અગાઉ પણ કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.