Gujarat Crime News: ગાંધીનગર જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, ઘરેલુ કંકાસની ઘટનાએ તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે, કલોલ તાલુકાના રાંચરડા ગામે દારૂડિયા પતિએ પોતાની પત્નિને ક્રૂર સજા કરી છે, પોતાની પત્નીને ખાટલા સાથે બાંધીને ડામ આપ્યા છે, પત્ની રિસાઇને પિયર જતી રહી હતી જેનો બદલો લેવા માટે દારૂડિયા પતિએ આ પગલુ ભર્યુ છે, હાલમાં આ મામલે પીડિત પત્નીએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 


સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગાંધીનગરના કલોલ તાલુકાના રાંચરડા ગામમાં પતિએ પોતાની પત્નીને ક્રૂર સજા આપી છે. દારૂડિયા પતિએ પોતાની પત્ની સાથે બદલો લેવા માટે તેને ગરમ ડામ આપ્યા છે. પત્ની વારંવારના ઘરના ઝઘડા અને પતિથી કંટાળીને પોતાના પાંચ સંતાનોને લઇને પિયર જતી રહી હતી, જેનો બદલો લેવા માટે પતિએ પોતાની પત્નીને ડામ આપ્યા હતા. પતિએ દારૂના નશામાં પોતાની પત્નીના હાથ પગ બાંધી દીધા હતા અને બાદમાં તેને પીઠ અને પગના ભાગે ગરમ સાણસી કરીને ડામ આપ્યા હતા. આ ઘટના કલોલના રાંચરડા ગામના દંતાણીવાસમાં ઘટી હતી. હાલમાં પીડિત પત્નીએ આ મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં પોતાના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.


સુરતની હૉટલોમાં મોટાપાયે સેક્સ રેકેટનો વેપલો, એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગના દરોડામાં બેની ધરપકડ, પાંચ લલનાઓને મુક્ત કરાવાઇ


સુરતમાંથી વધુ એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, શહેરના પાલ વિસ્તારમાં ચાલતી હૉટલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી, જોકે, બાતમીના આધારે એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો, દરોડા બાદ યૂનિટે પાંચ જેટલી રૂપલલનાઓને મુક્ત કરાવી હતી, હાલમાં આ ગેરકાયદે પ્રવૃત્તિમાં બે હૉટલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે. 


તાજા માહિતી પ્રમાણે, સુરતમાં ફરી એકવાર સેક્સ રેકેટોનો ધંધો ધોમધખી રહ્યો છે. શહેરના પાલ વિસ્તારમાં બે હૉટલોમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં શહેરના પાલ ગૌરવપથની હૉટેલો બિઝનેસની આડમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો હતો. અચાનક એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ દરોડા પાડીને આ બન્ને હૉટલોમાં ચાલતુ સેક્સ રેકેટનો ઝડપી પાડ્યુ હતુ. યૂનિટે આ દરમિયાન હૉટલમાંથી પાંચ રૂપલલનાઓને પણ મુક્ત કરાવી હતી. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગે બન્ને હૉટલોના મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે રૂપલલનાઓના સપ્લાયરને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ હૉટલ ગૌરવ રૉડ પર આવેલા મૉનાર્ક બિલ્ડીંગના ચોથા માળે આવેલી છે. 


આજે વહેલી સવારે જ એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગના હૉટેલ ઓયૉ મેટ્રો અને હૉટેલ મૉનાર્કમાં દરોડા પડ્યા હતા. બન્ને હૉટેલોના માલિક જગદીશ ભવરલાલ સોની વૉન્ટેડ છે. હૉટેલમાં મેનેજર તરીકે કામ કરતા લક્કિસિંઘ સત્યનારાયનસિંઘ નરોકાની ધરપકડ કરાઇ છે, જ્યારે હૉટેલ મોનાર્કના મેનેજર દિપક કૈલાશચંદ્ર સોનીની પણ ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત હૉટેલમાં વિક્રમ ઉર્ફે મિથુન જડુંનાથ જૈન જે રૂપલલનાઓની સપ્લાય કરતો હતો તેને વૉન્ટેડ જાહેર કરાયો છે. ખાસ વાત છે કે આ બન્ને હૉટેલોમાં ગ્રાહકોને શરીરસુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હતી. હાલમાં આ સમગ્ર ઘટના મામલે પાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને વધુ તપાસ એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ દ્વારા હાથ ધરવામાં આવી છે.