રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત થશે. વિકાસ સહાયને એક્સટેન્શન મળવાની શક્યતા ખૂબ ઓછી છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે ખુલ્લી જીપ શણગારવામાં આવી રહી છે. IPS વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય આપવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.
ગાંધીનગરના પોલીસ ભવન ખાતે મંડપ બાંધવાની તૈયારી ચાલી રહી છે. જો એક્સટેન્શન ન મળે તો ડૉ. કે.એલ.એન.રાવ નવા DGPની રેસમાં મોખરે છે. તે સિવાય વિકાસ સહાય પછી સિનિયર અધિકારીની વાત કરીએ તો મનોજ અગ્રવાલનું નામ પણ છે તો મનોજ અગ્રવાલને પણ ચાર્જ સોંપાઈ શકે છે. કેમકે મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત થઈ રહ્યાં છે. મનોજ અગ્રવાલને 3 મહિના માટે ડીજીપી બનાવી શકાય તેવી વાત પણ સૂત્રો તરફથી મળી રહી છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ નવા DGPની રેસમાં છે. ઉપરાંત ડૉ. શમશેર સિંઘ,ડૉ. નિરજા ગોટરૂના નામ પણ નવા ડીજીપીની રેસમાં સામેલ છે. સરકારની ગુડ બુકમાં હોય તે IPS અધિકારી રાજ્યના પોલીસવડા બનતા હોય છે. સિનિયોરિટીમાં ડૉ. કે.એલ.એન.રાવ સૌથી આગળ છે. રાજ્યના નવા ઈન્ચાર્જ પોલીસવડા મળે તો પણ નવાઈ નહીં.
મનોજ અગ્રવાલ અને શમશેરસિંઘ સિનિયર અધિકારી છે, અને શમશેરસિંઘ ડેપ્યુટેશન પર છે અને તેઓ વર્ષ 2026માં નિવૃત થવાના છે. શમશેરસિંઘને નિવૃત થવામાં 9 મહિના જેટલો સમય બાકી છે, એટલે હાલમાં મનોજ અગ્રવાલ અને શમશેરસિંઘનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. જોકે જી. એસ. મલિક નવેમ્બર 2028માં તથા કે. એલ. એન રાવ ઑક્ટોબર 2027માં નિવૃત્ત થવાના છે.
અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) પદ માટે મોખરે ચાલી રહ્યું છે. 1993 બેચના આ અનુભવી IPS અધિકારીએ અગાઉ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે. વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાત પોલીસનું સુકાન કોણ સંભાળશે તે અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે.