ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર આજે ઉમેદવારી નોંધાવશે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તે સિવાય ગાંધીનગર ઉત્તરથી ભાજપના રીટા પટેલ ઉમેદવારી નોંધાવશે.
ગાંધીનગર ઉત્તર અને દક્ષિણમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ અને કૉંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા અને ડૉ. હિમાંશુ પટેલ ઉમેદવારી પત્રક ભરશે. ઉમેદવારી કરતા પહેલા આ ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા.
રેલીને સંબોધિત કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતુ કે આ વિસ્તારમાં કમળ જીતવાનું છે એટલે કમળને જીતાડજો. આ વિસ્તારમાં ભાજપને જીતાડવાનું છે. 27 વર્ષ અગાઉ ગુજરાતમાં ભયરાજ ચાલતુ હતું. ગુજરાતમાં જગ્યાએ જગ્યાએ ભાઇરાજ ચાલતું હતું. તે સમયના રાજકીય આગેવાનો ભાઇરાજને સમર્થન કરતા હતા. ભાજપની સરકારે રાજ્યમાં સડકો સારી બનાવવાનું કામ કર્યું છે. ભાજપની સરકારે ગુજરાતમાં ગુંડારાજ ખત્મ કર્યુ છે. ભાજપની સરકારે ગુજરાતમાં ખેતર સુધી પાણી પહોંચાડ્યુ છે. આજની પેઢી કર્ફ્યું શું છે તે ભૂલી ગઇ છે.
ટિકિટ જાહેર થતા મહેસાણા કોગ્રેસમાં નારાજગી
મહેસાણાઃ મહેસાણા જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરતા ભારે નારાજગી જોવા મળી હતી. કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ ભાવેશ પટેલે કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. ભાવેશ પટેલે કોંગ્રેસના નેતાઓ સામે ઉમેદવારી પસંદગીને લઈ નારાજગી વ્યક્ત કરી હતી.
મહેસાણા જિલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ અને પાટીદાર નેતા ભાવેશ પટેલે કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી. ભાવેશ પટેલનું કહેવું છે કે જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે તે સેટિંગથી ઉમેદવારી પસંદગી કરાઇ છે જેને લઇને કોગ્રેસમાં નારાજગી છે.
કોંગ્રેસ બાદ NCP એ આ બેઠક પરથી બદલ્યા ઉમેદવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ બીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ સીટ પર એનસીપી સાથે ગઠબંધન કર્યુ હોવાથી ત્યાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા નથી. જેમાં એક બેઠક અમદાવાદની નરોડા છે. આ બેઠક પર એનસીપીએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીએ આ બેઠક મપર નિકુલસિંહ તોરમને ટિકિટ આપી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની પાડી દીધી હતી. નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCPમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપવું પડે તેમ હોવાથી તેમણે ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. NCP સિંધી સમાજના મેઘરાજ દોડવાણીને ચૂંટણી લડાવશે