આ યાદીમાં સૌથી પહેલું નામ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી છે અને ચૂંટાયેલી પાંખના વડા છે છતાં સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ બીજા નંબરે છે. ગુજરાતમાં 2020ના અંતમાં યોજાયેલી 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી વખતે ભાડપે જાહેર કરેલા 30 સ્ટાર પ્રચારકોમાં પણ પાટીલનું નામ સૌથી પહેલું હતું જ્યારે વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ બીજા અને ત્રીજા નંબરે હતું.
આ વખતે પણ એ ક્રમ જળવાયો છે. એ વખતે ચોથા નંબરે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને પાંચમા નંબરે આર. સી. ફળદુ હતા. આ વખતે ચોથા નંબરે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પાંચમા નંબરે રાષ્ટ્રીય ઉપપ્રમુખ ભારતીબેન શિયાળ છે જ્યારે ફળદુનું પત્તુ કપાઈ ગયું છે.