ગાંધીનગર: ગુજરાતમાં તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા, ગુટખાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયુ છે. રાજ્યમાં ગુટખા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ સુધી લંબાવાયો હતો.  રાજ્યમાં ગુટખા,તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. 


ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવુંએ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.


રાજ્ય સરકાર દ્વારા ગુટખા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કર્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢીઓની તપાસ કરી દંડ વસુલાત કરવામાં આવતી હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.


ભારતની આ જાણીતી હોટલના સલૂનને ખોટી રીતે વાળ કાપવા મોંઘા પડ્યા, 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ


PM Modi US Visit: વૉશિંગટનમાં 5 મોટી કંપનીઓના CEOને મળ્યા PM મોદી, ભારતમાં રોકાણ પર થઈ ચર્ચા


Coronavirus Update: કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 3 લાખ થયા, સતત બીજા દિવસે 30 હજારથી વધારે નવા કેસ નોંધાયા