સાત દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ચાલતા વનપાલ અને વન રક્ષકની હડતાળ આજે પૂર્ણ થશે. વન મંત્રી અર્જૂન મોઢવાડીયા, વનવિભાગના અધિકારી અને વનકર્મીઓના સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં વનકર્મીઓના મોટાભાગના પ્રશ્નો પર સહમતી સંધાઈ હતી. ખાસ કરીને રિસ્ક એલાઉન્સ, મહેકમ અને યુનિફોર્મ અંગે વનકર્મીઓની માંગનો સરકારે સ્વીકાર કર્યો છે. સાથે જ બાકી રહેલા મુદ્દાઓ માટે નાણા અને સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી મેળવવામાં આવશે. વનકર્મચારીઓની કામગીરી અને તેમની માંગ પ્રત્યે સરકાર સંવેદનશીલ હોવાની વનમંત્રી અર્જૂન મોઢવાડીયાએ ખાતરી આપી હતી. સરકાર સાથેની હકારાત્મક બેઠક બાદ વન કર્મચારીઓ પણ આંદોલનનો અંત લાવવાની જાહેરાત કરી હતી. 

Continues below advertisement

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર હંમેશા નાના કર્મચારીઓના હિત અને તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક નિર્ણયો લેવા માટે કટિબદ્ધ છે. આ નિર્ણય અંગે વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વન વિભાગ હેઠળ ફરજ બજાવતા વનપાલ અને બીટગાર્ડ સંવર્ગના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ આંદોલનના સંદર્ભમાં હકારાત્મક અભિગમ અપનાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ સૂચના અનુસાર, આજે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત કર્મચારી એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન થયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે કર્મચારીઓની માંગણીઓ અંગે  હકારાત્મક અને સુખદ અંત આવ્યો છે. આ અંગે વિગતવાર માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અમુક બાકી રહેતા પ્રશ્નો અથવા મુદ્દાઓ અંગે 'સામાન્ય વહીવટ વિભાગ'  અને 'નાણાં વિભાગ'ની મંજૂરી જરૂરી હોવાથી નિયમોનુસાર યોગ્ય પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં જ તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. વન વિભાગના કર્મચારીઓ અત્યંત પ્રતિકૂળ અને કઠિન પરિસ્થિતિઓમાં પણ જંગલો અને વન્યપ્રાણીઓની સુરક્ષા માટે રાત-દિવસ સતત કાર્યરત રહ્યા છે જેના પરિણામે જ આજે રાજ્યમાં વન સંપદા અને વન્યજીવોની સુરક્ષા સુરક્ષિત રહી શકી છે. આ બેઠકમાં થયેલી ફળદ્રુપ અને હકારાત્મક ચર્ચાઓને ધ્યાનમાં રાખીને કર્મચારી મંડળ દ્વારા પણ આંદોલનનો સત્તાવાર રીતે અંત લાવવાની સહર્ષ સંમતિ દર્શાવવામાં આવી છે. સરકારના આ સકારાત્મક વલણથી વન વિભાગના કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે.

Continues below advertisement

વન વિભાગના કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે વિભાગના અધિકારીઓ તથા સંબંધિત સંગઠનના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ પર પરસ્પર સહમતિ સધાઈ છે. જ્યારે બાકીના અમુક મુદ્દાઓ માટે નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી જરૂરી હોવાથી તેમની મંજૂરી મેળવ્યા બાદ તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. ગુજરાત વન વિભાગના કર્મચારીઓ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ વન અને વન્યજીવોની સુરક્ષા નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. રાજ્ય સરકાર તેમની વ્યાજબી માંગણીઓ અને લાગણીઓ પ્રત્યે સંપૂર્ણપણે સંવેદનશીલ છે. આજની બેઠક હકારાત્મક રહી છે અને કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટવા માટે સંમત થયા છે. વન કર્મચારીઓના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે.