ગાંધીનગરઃ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા જતા સરકાર પોતાના જ ચક્રવ્યૂહમાં ફસાઇ છે. ચૂંટણી બાદ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે કહ્યું હતું કે ભગવદ્ ગીતા પૂરક સાહિત્ય તરીકે રહેશે. ભગવદ્ ગીતાનું સાહિત્ય શાળા શિક્ષણનો ભાગ નથી. અમે ભગવદ્ ગીતા શાળા, શિક્ષણના ભાગરૂપે ભણાવવાના નથી. નોંધનીય છે કે શિક્ષણ વિભાગે ભગવદ્ ગીતા સર્વાગીણ શિક્ષણ અંતર્ગત ધોરણ 6થી 8માં ભણાવવાનો ઠરાવ કર્યો છે.


સરકારની જાહેરાત અને સર્વાંગીણ વિકાસ અંતર્ગત ધોરણ 6થી8ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના અંશ દાખલ કરવાના શિક્ષણ વિભાગના ઠરાવ બાદ આ નિર્ણયને કોર્ટમાં પડકારતી અરજી કરવામાં આવી હતી.  અરજી કર્તાએ એવી દલીલ કરી છે કે, કોઈ એક ચોક્કસ ધર્મને અભ્યાસક્રમમાં સામેલ કરી શકાય નહી. જો આવું થાય તો ભારતના બંધારણ વિરૂદ્ધ બાબત થઈ શકે છે. અરજી બાદ 20મી એપ્રિલના રોજ હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારે પાછીપાની કર્યાનો દાવો શિક્ષણ વિભાગના ઉચસ્તરીય સૂત્રોએ કર્યો હતો.


 સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં નહિ પરંતુ પૂરક સાહિત્ય તરીકે શાળામાં દાખલ કરીશું. આ અંગે આગામી દિવસોમાં કોર્ટમાં વધુ કાર્યવાહી હાથ ધરાશે. પરંતુ હાલ ગુજરાત સરકાર ભગવદ્ ગીતાના પાઠ શાળામાં ભણાવવાની વાતના ચક્રવ્યૂહમાં ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જો સરકાર પૂરક સાહિત્ય તરીકે ભગવદ્ ગીતાના અંશો શાળાઓમાં મૂકે છે તો તે પાઠ્યપુસ્તકમાં ના સમાવી શકે અને તેના પરિણામે તે અંગેની મુખ્ય પરીક્ષા ના લઈ શકે. જેથી તે પૂરક સાહિત્યનો અભ્યાસ મરજિયાત બનીને રહી જશે.


Dummy scam: યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડના આરોપમાં શું થયો મોટો ખુલાસો?


Dummy scam: યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડના આરોપમાં મોટો ખુલાસો થયો છે. ભાવનગર પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.  યુવરાજસિંહ તોડકાંડની રકમમાંથી પ્રોપર્ટી ખરીદવાના હતા તેવો પોલીસનો દાવો છે. ગાંધીનગર જિલ્લાના દેહગામમાં યુવરાજસિંહ પોતાના નામે પ્રોપર્ટી ખરીદવાના હતા તેવો પોલીસનો દાવો છે. પ્રોપર્ટી ખરીદવા માટે યુવરાજસિંહ જાડેજાએ સ્ટેમ્પ પેપર ખરીદ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીધું હોવાનો પોલીસે દાવો કર્યો છે.  12મી એપ્રિલના રોજ યુવરાજસિંહે સ્ટેમ્પ પેપર ખરીદ્યું હતું. ભાવનગર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે