રાજ્ય સરકારે લોકડાઉનની ચર્ચા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉનની કોઈ શક્યતા નથી. ફરીથી લોકડાઉન લાદવાની વાત અફવા છે. મુખ્ય સચિવની કલેક્ટરો સાથેની બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લોકડાઉન અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય સચિવે અનિલ મુકીમે શુક્રવારે દરેક જિલ્લા કલેકટર પાસેથી તેમના ક્ષેત્રની કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સિવાય અનલોક દરમિયાન ધંધા રોજગારની પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો હતો.
રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત કુલ 28183 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે કુલ પોઝિટિવ કેસનો આંકડો 40,115 પર પહોંચ્યો છે અને અત્યાર સુધી 2024 લોકોના મોત થયા છે.