ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આજે પત્રકાર પરીષદમાં ગરીબ કલ્યાણ મેળા અંગે જાહેરાત કરવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાના 12માં તબક્કાની શરૂઆત થશે. 25, 25 અને 26મીના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાશે. 24મીએ દાહોદ, 25મીએ મોરબી અને 26મીએ અમરેલી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. બે લાખથી વધુ સાયકલોનો લાભ ગરીબોને અપાશે. મુખ્યમંત્રી રાજ્યકક્ષાના ગરબી કલ્યાણ મેળામાં હાજર રહેશે. 


આ સિવાય મહેસૂલ વિભાગના અધિકારીઓને સાથે રાખીને મહેસૂલ મેળાનું પણ આયોજન કરાશે. મહેસૂલ પ્રશ્નના નિરાકરણ માટે મહેસૂલ મેળવાનું આયોજન કરાશે. નવસારી જિલ્લાથી મહેસૂલ મેળાની શરૂઆત કરાશે. મહેસૂલ વિભાગના અધિકારીઓ લોકોના પ્રશ્નો સાંભળશે. આવતી કાલથી નવસારીમાં મહેસૂલ મેળાની શરૂઆત થશે. 11મી ફેબ્રુઆરીએ વલસાડમાં મહેસૂલ મેળાનું આયોજન કરાશે. મહેસૂલ વિભાગમાં અચાનક મુલાકાત લેવાની પ્રક્રિયા યથાવત રહેશે. 


જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વેક્સિનેશન કામગીરીમાં ગુજરાત દેશમાં પ્રથમ છે. રાજ્ય સરકારે આરોગ્ય વિભાગનો આભાર માન્યો. અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય વિભાગે વેક્સિનેશનની સારી કામગીરી કરી. તેમણે વન રક્ષકની ખાલી જગ્યાની ભરતીની જાહેરાત પણ કરી હતી. વન રક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી બીજી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. વન રક્ષકની 334 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. પહેલા જેમણે અરજી કરી હતી તે ઉમેદવારોની વય મર્યાદાને ધ્યાને લીધા વગર ભરતીમાં સામેલ કરાશે. વન વિભાગનીઅન્ય 775 જગ્યાઓ પર પણ ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. 


કચ્છમાં ભૂકંપ સમયના અસરગ્રસ્ત મકાનોને સનદ આપવાની કામગીરી શરૂ. અસરગ્રસ્ત 6 હજાર મકાનોને એક મહિનામાં સનદ આપવામાં આવી. જમીન રિ-સર્વેની કામગીરી પૂરજોશમાં કરાશે. ત્રણ મહિનામાં જમીન રિ-સર્વેના 3 હજાર કેસનો નિકાલ કરવાનો સરકારે દાવો કર્યો છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, વર્ષના અંત સુધીમાં જમીન રિ-સર્વેના તમામ કેસનો ઉકેલ લવાશે. આ વર્ષના અંત સુધીમાં મોટા ભાગના પ્રશ્નનું નિરાકરણ લાવવાનો સરકારનો દાવો છે.