આ 7 જાહેર રજાઓની વાત કરીએ તો મહાવીર જન્મ કલ્યાનક (25 એપ્રિલ 2021, રવિવાર), સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ, રવિવાર), રક્ષા બંધન (22 ઓગસ્ટ, રવિવાર) અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ (31 ઓક્ટોબર, રવિવાર) આ ચાર જાહેર રજાઓ રવિવારના દિવસે આવે છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે, શનિવારે આવતી રજાઓને 22 રજાઓના લિસ્ટમાં સામેલ કરાઈ છે.
જ્યારે ગાંધી જયંતિ( 2 ઓક્ટોબર, શનિવાર), ભાઈબીજ ( 6 નવેમ્બર , શનિવાર) અને ક્રિસમસ (25 ડિસેમ્બર, શનિવાર) આ ત્રણ જાહેર રજાઓ શનિવારના દિવસે આવે છે. આ હુકમ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ-કોર્પોરેશન તેમજ પંચાયતના કર્મચારીઓને પણ લાગું પડશે.
આ ઉપરાંત ગુજરાત સરકારે 44 મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તેહવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉતી લેખિત અરજી કરવી જોઇશે અને જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે.