ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારના માહિતી ખાતાની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. નાયબ માહિતી નિયામક વર્ગ-1 અને સહાયક માહિતી નિયામક વર્ગ-2ની સીધી ભરતી માટેની સંયુક્ત ભાગ-1, પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જે પરિણામ નીચે મુજબ છે. 


માહિતી વિભાગની વર્ગ-1 અને વર્ગ-2ની સંયુક્ત ભાગ-1 પ્રિલિમીનરી પરીક્ષા 27 જૂને યોજાઇ હતી. જેની આન્સર કી 29 જૂને જાહેર કરવામાં આવી હતી. આ પછી તેની ફાઇનલ આન્સર કી 21 જુલાઇએ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એટલું જ નહીં, 23મી જુલાઇ ફરી એકવાર રિવાઇઝ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આી હતી. 


આ પછી ભરતી સમિતિએ રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કીને ધઅયાને લઈને કેટેગરી પ્રમાણે નીચે મુજબના કટ ઓફ માર્ક્સ ધરાવતા આ સાથેના પરિશિષ્ટ-અ-1માં દર્શાવેલા ઉમેદવારોને સંયુક્ત ભાગ-2, મુખ્ય પરીક્ષા માટે પાત્ર ઠરાવેલ છે.