ગુજરાતમાં કોરોનાને નાથવા રૂપાણી સરકાર લેશે આ મોટો નિર્ણય, બીજા કયા રાજ્યે કર્યો તેનો અમલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Nov 2020 02:18 PM (IST)
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોને લઇને રાજ્ય સરકાર ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટીવના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવાય તેવી શક્યતા છે.
ગાંધીનગરઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકારે કોરોનાના કેસો કાબૂમાં લેવા માટે પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. હવે ગુજરાત સરકાર મહારાષ્ટ્રની જેમ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોના ફરજિયાત ટેસ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે. હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ કોરોના ટેસ્ટ બાદ જ રાજ્યમાં પ્રવેશ આપવા અંગે વિચારણા કરી શકે છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોને લઇને રાજ્ય સરકાર ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટીવના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવાય તેવી શક્યતા છે.