Gujarat Govt: ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની રચના બાદ હવે આજે વધુ એક મોટી જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઇ છે, સાથે સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Continues below advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. કનુભાઈ દેસાઈ અને બળવંતસિંહના સ્થાને નવા પ્રવક્તા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, ખાસ વાત છે કે, કેબિનેટ સહિત સરકાર વતી બ્રિફીંગની જવાબદારી વાઘાણી અને સંઘવીની રહેશે. જેમાં ગૃહ, ઉદ્યોગ, પ્રવાસન, વાહન વ્યવહાર, રમત-ગમતની સાથે સંઘવી પ્રવકતા મંત્રી છે, અને કૃષિની સાથે સાથે જીતુ વાઘાણીની પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉની સરકારમાં જીતુ વાઘાણી પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે.

અગાઉની સરકારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા. નવા મંત્રીમંડળમાં ફેરફાર અને જવાબદારીની પુનઃવહેંચણીના ભાગરૂપે આ બંને મંત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી તરીકે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના કેબિનેટ નિર્ણયો, જાહેર નીતિઓ અને વિકાસ કાર્યોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.

Continues below advertisement

મનપાની ચૂંટણી પહેલા અનામત બેઠકોનું નવું માળખું જાહેર, 6 જૂની અને 9 નવી મનપાની યોજાશે ચૂંટણી

રાજ્યની જૂની છ મહાનગરપાલિકા અને નવી નવ મહાનગર પાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ પછી હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાપાલિકા ઉપરાંત નવી બનેલી મહાપાલિકાઓની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગે છ મહાપાલિકાઓની વોર્ડ પ્રમાણે અનામત અને જનરલ બેઠકોનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાપાલિકાની 192 બેઠકો પર 33 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓમાટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અને અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રખાઈ છે. આવી જ રીતે સુરત મહાપાલિકાની 120 બેઠકો પર 33 અનામત મુજબ 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 40 અને 80 કુલ અનામત બેઠકો રાખવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટે 3, પછાત વર્ગ માટે 32 અને અનુસૂચિત જનજાતિ માટે ચાર બેઠકો અનામત રખાઈ છે.

આવી જ રીતે વડોદરા મહાપાલિકાની 76 બેઠકો પર 33 ટકા મહિલા અનામત મુજબ 38 બેઠક રખાઈ છે. જ્યારે સામાન્ય વર્ગની 22 અને 54 અનામત બેઠક રખાઈ છે. જેમાં અનુસૂચિત જાતિ માટે પાંચ, પછાત વર્ગ માટે 21, અનુસૂચિત જનજાતિ માટે 3 બેઠક અનામત રખાઈ છે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો મનપાની કુલ 72 બેઠકો છે. 33 ટકા મુજબ 36 બેઠક અનામત છે. સામાન્ય વર્ગ માટેની 22 અને અનામતની 50 બેઠક છે. જેમાં અનુસૂચિત જાતિ માટે પાંચ, પછાત વર્ગ માટે 19 અને અનુસૂચિત જનજાતિ માટે એક બેઠક અનામત રખાઈ છે.